બોન્ડ યીલ્ડમાં ઉછાળો આવતા સોનાની કિંમતોમાં દબાણ રહ્યું, પણ સેન્ટ્રલ બેન્ક અને US ફેડની બેઠકના નિર્ણય પહેલા થોડી ઘણી પોઝિટીવ મૂવમેન્ટ પણ જોવા મળી રહી છે. આમ કોમેક્સ પર ફ્લેટ ટૂ નેગેટીવ કામકાજ સાથે 1953 ડૉલરના સ્તરની પાસે સોનામાં કારોબાર થઈ રહ્યો છે, જ્યારે સ્થાનિક બજારમાં 59,175ના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી જોવા મળી રહી છે.
તો ચાંદીએ શરૂઆતી કારોબારના દબાણને તોડવામાં સફળ રહ્યું. ચાંદી વૈશ્વિક બજારમાં પા ટકાની તેજી સાથે 23 ડૉલર પર જોવા મળી તો સ્થાનિક બજારમાં ફ્લેટ કારોબાર જોવા મળ્યો.
સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં અઢી ટકાના ઘટાડા સાથે 247ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
બેઝ મેટલ્સમાં નીચેના સ્તરે થી રિકવરીનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યાં LME પર લગભગ તમામ મેટલ્સમાં તેજી જોવા મળી રહી છે. આ સાથે સ્થાનિક બજારમાં પણ નીચેના સ્તરેથી રિકવરી આવતી જોવા મળી રહી છે.
મસાલા પેકમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં હળદરમાં ચાર ટકાથી ઉપરનું દબાણ જોવા મળ્યું તો ધાણામાં અઢી ટકાનું દબાણ જોવા મળી રહ્યું છે. જ્યારે જીરામાં પા ટકાની તેજી જોવા મળી. ગુવાર પેકમાં પણ મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. ગુવાર સીડમાં તેજી તો ગુવાર ગમમાં દબાણ જોવા મળ્યું. તો આ બાજુ એરંડામાં એક ટકાની તેજી જોવા મળી રહી છે.