યૂએસ બોન્ડ યિલ્ડમાં તેજીના કારણે સોનામાં નરમાશ આવતી જોવા મળી. તો કેમેક્સ પર અડધા ટકાની નરમાશ સાથે ભાવ 1956 ડૉલરના સ્તરની પાસે પહોંચ્યા, સ્થાનિક બજારમાં પણ ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર જોવા મળ્યો. 19 અને 20 સપ્ટેમ્બરે US ફેડની બેઠક છે, તે પહેલા વોલેટાઈલ કારોબાર જોવા મળી રહ્યો છે.
સોનામાં પણ ચાંદીના પગલે નરમાશ આવતી જોવાac મળી. વૈશ્વિક બજારમાં ચાંદી 23 ડૉલર નીચે કારોબાર જોવા મળ્યો. તો સ્થાનિક બજારમાં એક ટકા ઉપરનું દબાણ આવતું જોવા મળ્યું.
ક્રૂડમાં વોલેટાઈલ કારોબાર, બ્રેન્ટની કિંમતો ઉપલા સ્તરેથી ઘટી તેમ છતા 88 (અઠ્યાંસી) ડૉલરની ઉપર કારોબાર. NYMEX ક્રૂડમાં પણ 85 (પંચ્યાસી) ડૉલરની ઉપર કામકાજ રહ્યું. માગ ઘટવાના અંદાજ અને સાઉદી અરેબિયા અને રશિયા તેમના voluntary ઓઈલ ઉત્પાદન કાપને વધુ એક મહિનો ઓક્ટોબર સુધી લંબાવાની શક્યતાથી કિંમતોમાં આવ્યો ઘટાડો.
સ્થાનિક બજારમા ઉપરના સ્તરેથી દબાણ બનતુ જોવા મળી રહ્યું છે. નેચરલ ગેસની કિંમતો અડધા ટકાની નરમાશ સાથે 219 આસપાસ કારોબાર કરતુ જોવા મળી રહ્યું છે.
LME પર તમામ મેટલ્સમાં વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે, ચાઈના તરફથી રાહત પેકેજ મળવાના સંકેતોથી મેટલ્સની માગ પર કોઇ મોટી અસર નહીં જોવા મળે તેવી આશંકાઓના કારણે કિમતો પર દબાણ બનતુ જોવા મળી રહ્યું છે. જ્યારે સ્થાનિક બજારમાં તમામ મેટલ્સમાં ફ્લેટ કારોબારો જોવા મળ્યો.
ત્યારે ગુવાર પેકમાં પણ સારુ એક્સન જોવા મળ્યું જ્યાં ગુવાર ગમમાં સવા ત્રણ ટકાતો ગુવાર સીડમાં ત્રણ ટકાની તેજી જોવા મળી રહી છે. તો મસાલા પેકમાં દબાણ તરફી કારોબાર જોવા મળ્યો. જીરામાં સૌથી વધુ પોણા બે ટકા, હળદરમાં દોઢ ટકા, ધાણામાં અડધા ટકા ઉપરનું દબામ જોવા મળી રહ્યું છે.