યૂએસ સીપીઆઈનાં આંકડા પહેલા સોનામાં દબાણ જોવા મળ્યું, જ્યાં કોમેક્સ પર ભાવ 1933 ડૉલરની પાસે આવ્યા, તો સ્થાનિક બજારમાં 58,603ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
યૂએસ સીપીઆઈનાં આંકડા પહેલા સોનામાં દબાણ જોવા મળ્યું, જ્યાં કોમેક્સ પર ભાવ 1933 ડૉલરની પાસે આવ્યા, તો સ્થાનિક બજારમાં 58,603ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
ચાંદીમાં પણ સોનાને પગલે નરમાશ રહી, જ્યાં વૈશ્વિક બજારમાં ભાવ 23 ડૉલર આસપાર પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં પણ અડધા ટકાનું દબાણ બની રહ્યું છે.
રાતોરાત ક્રૂડની કિંમતોમાં 2 ટકાનો ઉછાળો આવતા, બ્રેન્ટના ભાવ 92 ડૉલરની ઉપર પહોંચ્યા, NYMEX ક્રૂડમાં પણ 89 ડૉલરની ઉપર કામકાજ જોવા મળી રહ્યું છે. સ્થાનિક બજારમાં પણ રિકવરી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે OPECએ આવતા વર્ષે ક્રૂડની માગ વધવાના અનુમાન કર્યા છે, જેનો સપોર્ટ કિંમતોને મળી રહ્યો છે. એક તરફ બજારમાં ઓછી સપ્લાયની સ્થિતી બની રહી છે, આવાનાં OPEC તરફથી માગ વધવાના અનુમાનને કારણે ઉછાળો આવતા ક્રૂડ ઓઈલના ભાવ 10 મહિનાના ઉપલા સ્તરની પાસે પહોંચતા જોવા મળ્યા છે.
સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતોમાં વેચવાલીનો માહોલ યથાવત્ જોવા મળી રહ્યો છે જ્યાં એક ટકાના દબાણ સાથે કિંમતો 227 પર પહોંચતી જોવા મળી.
ચીનમાં પ્રોપર્ટીની માગને લઇ ચિંતાને કારણે LME પર કોપરની કિંમતો ઘટતી દેખાઇ. ત્યારે સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સ શરૂઆતી બજારના દબાણને તોડવામાં સફળ રહેતી જોવા મળી છે. જ્યાં લેડ સિવાય બાકી તમામ મેટલ્સમાં મામૂલી ખરીદીનો માહોલ જોવા મળ્યો.
મલાસા પેકમાં એક્શન જોવા મળી જ્યાં હળદર જીરા અને ધાણામાં ખરીદીનો માહોલ જોવા મળ્યો. ગુવાર પેકમાં નરમાશ યથાવત્ જોવા મળી. જ્યારે કપાસિયા ખોળમાં પણ અડધા ટકાથી વધુની નરમાશ સાથેનો કારોબાર થઈ રહ્યો છે. તો એરંડામાં પણ પા ટકાની તેજી જોવા મળી રહી છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.