ગઈકાલના ઉપલા સ્તરેથી સોનાની ચમક ઘટતા કોમેક્સ પર સોનું 2040 ડૉલરના સ્તરની પાસે આવ્યું, તો સ્થાનિક બજારમાં પા ટકાના ઘટાડા સાથે સોનામાં 62,337ના સ્તરની નજીક કારોબાર જોવા મળી રહ્યો છે.
ગઈકાલના ઉપલા સ્તરેથી સોનાની ચમક ઘટતા કોમેક્સ પર સોનું 2040 ડૉલરના સ્તરની પાસે આવ્યું, તો સ્થાનિક બજારમાં પા ટકાના ઘટાડા સાથે સોનામાં 62,337ના સ્તરની નજીક કારોબાર જોવા મળી રહ્યો છે.
ચાંદીમાં પણ દબાણ સાથે વૈશ્વિક બજારમાં આશરે એક ટકાની નરમાશ સાથે 23 ડૉલરની પાસે કારોબાર રહ્યો, તો સ્થાનિક બજારમાં પણઅડધા ટકાના દબાણ સાથેનો કારોબાર જોવા મળ્યો.
મિડલ ઇસ્ટમાં તણાવ વધતા સપ્લાય ઘટવાની આશંકાએ ક્રૂડની કિંમતોમાં ફરી તેજી જોવા મળી, જ્યાં બ્રેન્ટનો ભાવ 79 ડૉલરની નજીક પહોંચ્યા, તો NYMEX ક્રૂડમાં 73 ડૉલરની ઉપર કારોબાર જોવા મળ્યો.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં દોઢ ટકાની તેજી સાથે 250ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળ્યો.
મેટલ્સની કિંમતોમાં મિશ્ર કારોબાર જોવા મળી, જ્યાં સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ અને કોપરમાં મામુલી ખરીદદારી જોવા મળી તો ઝિંક અને લેડમાં ઘટાડા સાથેનો કારોબાર જોવા મળ્યો.
એગ્રી કૉમોડિટીના કારોબાર પર નજર કરીએ તો, મસાલા પેકમાં ફરી તેજી જોવા મળી, જ્યાં જીરા, ધાણા અને હળદરમાં શાનદાર ખરીદદારીનો માહોલ રહ્યું, પણ ગુવારપેકમાં ઘટાડાનો કામકાજ જોવા મળ્યો, આ સાથે જ કપાસિયા ખોળમાં પા ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.