ડૉલર ઇન્ડેક્સમાં દબાણ અને સેફ હેવન બાઈંગના કારણે સોનાને સપોર્ટ મળ્યો, કોમેક્સ પર સોનું 1962 ડૉલરના સ્તરની ઉપર નીકળ્યું, તો સ્થાનિક બજારમાં 59,328 રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. આ સાથે જ જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ડેટા જોઈએ તો, ભારતનો જેમ્સ એન઼્ જ્વેલરી એક્સપોર્ટ જૂન મહિનામાં 39.6 ટકા ઘટીને 1.53 બિલિયન ડૉલરની પાસે પહોંચ્યો છે.
ચાંદીમાં પણ રિકવરી જોવા મળી, અહીં વૈશ્વિક બજારમાં 25 ડૉલરની નજીક કારોબાર નોંધાયો, તો સ્થાનિક બજારમાં આશરે પા ટકાથી વધુની તેજી સાથે 75,796 રૂપિયાના સ્તરની આસપાસ કિંમતો જોવા મળી રહી છે.
મોટા ઘટાડા બાદ ક્રૂડની કિંમતોમાં ફરી રિકવરી જોવા મળી, જ્યાં બ્રેન્ટના ભાવ 79 ડૉલરની નજીક પહોંચ્યો, તો nymex ક્રૂડમાં અડધા ટકાથી વધુની તેજી જોવા મળી રહી છે. ઉલ્લખનિય છે કે શોર્ટ કવરિંગ અને અનુમાન કરતા સારા યૂએસ અર્થતંત્રના આંકડાઓના કારણે કિંમતોને સપોર્ટ મળ્યો છે.
સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં લગભગ સવા બે ટકાની તેજી સાથે 212ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
બેઝ મેટલ્સ આજે પણ દબાણ સાથેનો કારોબાર જોવા મળ્યો, સ્થાનિક બજારમાં મોટાભાગની મેટલ્સમાં ઘટાડા સાથેનો કારોબાર રહ્યો, એલ્યુમિનિયમાં સૌથી વધારે લગભગ એક ટકાનો ઘટાડો નોંધાયો. ઉલ્લેખનિય છે કે ચાઈનાના નબળા આર્થિક આંકડાઓના કારણે કિંમતો પર અસર દેખાઈ રહી છે.
નજર કરીએ એગ્રી કૉમોડિટીના કારોબાર પર તો, ગઈકાલની ગુવાર પેકની જંગી તેજી આજે ઓછી થતી દેખાઈ, પણ પોઝિટીવિટી યથાવત્ છે, પણ મસાલા પેક તરફમાં મિશ્ર કારોબાર રહ્યો. અહીં જીરામાં 4 તો ધાણામાં દોઢ ટકાની તેજી જોવા મળી છે, પણ NCDEX દ્વારા હળદર વાયદા પર 2.5 ટકાના વધારાના માર્જિન 7 ઓગષ્ટ સુધી લંબાવ્યા હોવાથી ભાવ આશરે અડધો ટકા જેટલા તૂટતા દેખાયા.