ડૉલર ઇન્ડેક્સમાં નરમાશના કારણે સોનાની ચમક વધી, જ્યાં કોમેક્સ પર ભાવ 1947 સ્તરની આસપાસ પહોંચતા દેખાયા, તો સ્થાનિક બજારમાં 58,915સ્તરની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે. આ વર્ષે ફેડ હજી એકવાર વ્યાજ દરમાં વધારો કરે તેવી આશંકાએ સોનામાં સેફ હેવન બાઈંગ વધ્યું, જેનો સપોર્ટ કિંમતોને મળી રહ્યો છે.
સોના સાથે ચાંદીની કિંમતોમાં પણ રિકવરી આવતા વૈશ્વિક બજારમાં ભાવ 24 ડૉલરની ઉપર નીકળ્યા, તો સ્થાનિક બજારમાં પણ 73,650ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
ક્રૂડ ઓઈલમાં આવી રિકવરી આવતી જોવા મળી છે. જયાં બ્રેન્ટના ભાવ 84 ડૉલર ઉપર નીકળ્યા તો NYMEXમાં 80 ડૉલર પાર જોવા મળ્યું. સ્થાનિક બજારમાં એક ટકા પાસેની તેજી જોવા મળી.
નેચરલ ગેસમાં પણ વોલેટાલિટી યથાવત્ રહી, સ્થાનિક બજારમાં આશરે અડધા ટકાથી વધુની નરમાશ સાથે 220ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.