ફેડ દ્વારા વ્યાજ દરમાં વધારાના ડરથી સોનાની કિંમતો પર દબાણ બન્યું, અહીં કેમેક્સ પર નાની રેન્જ સાથે 1968 ડૉલરની સ્તરની પાસે કારોબાર નોંધાયો, તો સ્થાનિક બજારમાં પણ ફ્લેટ ટૂ નેગેટીવ કામકાજ થઈ રહ્યું છે. ઉલ્લેખનિય છે કે બુધવારે US ફેડની બેઠક થવાની છે, જેમાં તેઓ વ્યાજ દર 25 બેસિસ પોઇન્ટ્સ વધારે તેવા અનુમાન બની રહ્યા છે, આ સાથે જ યુરોપિયન સેન્ટ્રલ બેન્ક અને બેન્ક ઑફ જાપાન પણ ગુરૂવારે અને શુક્રવારે પોતાના વ્યાજ દરને લઈ ઘોષણા કરશે, જે પહેલા સોનામાં સુસ્ત કામકાજ થઈ રહ્યું છે.
ગત સપ્તાહની તેજી બાદ આજે ચાંદીમાં ઉપલા સ્તરેથી દબાણ આવતા વૈશ્વિક બજારમાં કિંમતો 25 ડૉલરની નીચે રહી, તો સ્થાનિક બજારમાં પણ આશરે પા ટકાનો ઘટાડો દેખાઈ રહ્યો છે.
ક્રૂડ ઓઈલમાં નીચસા સ્તરેથી રિકવરી આવતી જોવા મળી રહી છે. જ્યારં બ્રેન્ટના ભાવ 81 ડૉલર ઉપર પ્રતિ બેરલ પર જોવા મળી રહ્યો છે. તો NYMEXમાં અડધા ટકા ઉપરની તેજી સાથે કિંમતો 77 ડૉલર ઉપર જોવા મળી રહી છે. જ્યારે સ્થાનિક બજારમાં કિંમતો પોણા ટકાની ખરીદી જોવા મળી રહી છે. તો નબળા ડૉલરના કારણે ક્રૂડની કિંમતોને ફરી સપોર્ટ મળતો જાવા મળી રહ્યો છે.
નેચરલ ગેસમાં આવી નીચેના સ્તરેથી રિકવરી સ્થાનિક બજારમાં લગભગ પા ટકા ઉપરની તેજી સાથે કિંમતો 222ના સ્તર આસપાસ કારોબાર કરતી જોવા મળી રહી છે.
બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે, અહીં એલ્યુમિનિયમ, કોપર અને ઝિંકમાં દબાણ છે, પણ લેડમાં પા ટકાનો પોઝિટીવ કારોબાર જોવા મળી રહ્યો છે. આ સાથે જ ચાઈનીઝ સરકાર ઓટો મોબાઈના કન્ઝમ્પ્શન અને ઇલેક્ટ્રીક આઈટમોને વધુ બૂસ્ટ આપે તેવી આશાએ વૈશ્વિક બજારમાં મેટલ્સની કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.
ગુવાર પેકમાં આજે ફરી એકથી દોઢ ટકાની તેજી જોવા મળી રહી છે. જ્યારે મસાલા પેકમાં હળદર અને જીરામાં ઉપલા સ્તરેથી દબાણ બન્યું, પણ ધાણામાં તેજીનો ટ્રેન્ડ હજૂ પણ આગળ વધતો દેખાઈ રહ્યો છે. જ્યારે કપાસિયા ખોળમાં લગભગ દોઢ ટકાથી વધુની નરમાશ રહી.