યૂએસ સીપીઆઈનાં આંકડા પહેલા સોનામાં સુસ્ત કારોબાર જોવા મળ્યો, જ્યાં કોમેક્સ પર કિંમતો 2036 ડૉલરની ઉપર રહી, તો સ્થાનિક બજારમાં 62,139ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. અહીં પણ વેસ્ટ એશિયામાં તણાવના કારણે સેફ હેવન બાઈંગનો સપોર્ટ કિંમતોને મળી રહ્યો છે. જોકે માર્ચમાં 63 ટકા પર 25 bps વ્યાજ દર કાપની સંભાવના બની રહી છે.
ચાંદીમાં પણ નીચલા સ્તરેથી રિકવરી આવતા, વૈશ્વિક બજારમાં ભાવ 23 ડૉલરની પાસે પહોંચતા દેખાયા, તો સ્થાનિક બજારમાં પણ ફ્લેટ ટૂ પોઝિટીવ સંકેતો સાથેનો કારોબાર જોવા મળ્યો.
ક્રૂડ ઓઈલમાં ઉતાર-ચઢાવ સાથેનો કારોબાર રહ્યો, જ્યાં બ્રેન્ટના ભાવ 78ને પાર પહોંચતા જોવા મળી રહ્યા છે, જોકે nymex ક્રૂડમાં રિકવરી સાથે 72 ડૉલરની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે EIAના રિપોર્ટ મુજબ અમેરિકામાં ઓઈલ ઇન્વેન્ટરીમાં વધારાના કારણે ક્રૂડની કિંમતો પર દબાણ બન્યું, સાથે જ લિબીયાની ઓઈલ ફિલ્ડ બંધ હોવાથી સપ્લાયની ચિંતા અને OPEC, US, ઈરાક અને નાઈજેરીયા તરફથી આઉટપુટમાં વધારાની પણ અસર કિંમતો પર દેખાઈ રહી છે.
સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં અડધા ટકાનું દબાણ સાથે કિંમતો 247 પાસે પહોંચતી જોવા મળી રહ્યું છે.
બેઝ મેટલ્સમાં સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં તેજી સાથેનો કારોબાર નોંધાયો, જોકે ચાઈના તરફથી નબળા આર્થિક આંકડાઓના કારણે 2024માં આ વર્ષમાં કોપરની કિંમતોમાં 2% જેટલો ઘટાડો જોવા મળ્યો છે. બજારની નજર હવે આવતીકાલે ડાહેર થનાર મોંઘવારીના આંકડાઓ પર બનેલી છે.
માસાલ પેકમાં વેચાવલી સાથેનો કારોબાર જોવા મળ્યો જ્યાં જીરામાં બે ટકાનું દબાણ તો હળદરમાં એક ટકાનું દબાણ જોવા મળ્યું. જ્યાં ધાણામાં મામૂલી દબાણ જોવા મળ્યું. તો ગુવાર ગમમાં રિકવરી સાથેનો કારોબાર જોવા મળ્યો જ્યાં ગુવાર ગમમાં પા ટકા તો ગુવાર સીડમાં અડધા ટકાની તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો છે.