ડૉલર ઇન્ડેક્સમાં ઉછાળો આવતા સોનામાં ફ્લેટ કારોબાર જોવા મળ્યો. જ્યાં કોમેક્સ પર ભાવ 1946ના સ્તરની આસપાસ પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં મામૂલી તેજી સાથે કિંતમો 58993 આસપાસ પહોંચતી જોવા મળી રહી છે. ઉલ્લેખનિય છે કે USના PPI આંકડા મજબૂત આવતા અને ટ્રેઝરી યીલ્ડમાં ઉછાળાના કારણે પણ સોનાની ચમક ફીકી પડતી દેખાઈ.
ચાંદીમા રીકવરીનો કારોબાર જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારમાં કિંમતો 23 ડૉલર નીચે યથાવત્ જોવા મળી રહી છે તો સ્થાનિક બજારમાં પા ટકાની તેજી જોવા મળી રહી છે.
સતત 7માં સપ્તાહે ક્રૂડની કિંમતોમાં તેજી સાથેનો કારોબાર થઈ રહ્યો છે, જ્યાં બ્રેન્ટના ભાવ 86 ડૉલરના સ્તરની ઉપર યથાવત્ છે, તો NYMEX ક્રૂડમાં 82 ડૉલરની પાસે કારોબાર જોવા મળ્યો, પણ સ્થાનિક બજારમાં લગભગ એક ટકા નીચેની નરમાશ જોવા મળી રહી છે. ઉલ્લેખનિય છે કે ચાઈનાનો ઇમ્પોર્ટ YoY ધોરણે વધ્યો, સાથે જ US અને ચાઈનામાં અનુમાન કરતા ઓછા મોંઘવારીનાં આંકડાઓથી કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.
સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં એક ટકાથી વધુની તેજી સાથે 234ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
ડૉલર ઇન્ડેક્સમાં આવેલા ઉછાળાથી બેઝ મેટલ્સમાં પણ નરમાશ જોવા મળી, અહીં ચાઈનાની અર્થવ્યવસ્થામાં ધીમી રિકવરીથી ઝિંકની કિંમતો 3 સપ્તાહના નીચલા સ્તરે પહોંચી, તો ગ્લોબલ ઇન્વેન્ટરી YoY ધોરણે 26% ઘટતા કોપરમાં આશરે 1 મહિનાના નીચલા સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે, આ સાથે જ સ્થાનિક બજારમાં પણ દબાણ દેખાઈ રહ્યું છે.
નજર કરીએ એગ્રી કૉમોડિટીના કારોબાર પર તો, ગુવાર પેકમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે જ્યાં ગુવાર ગમમાં નીચેના સ્તરેથી રીકવરી આવતી જોવા મળી રહી છે તો ગુવાર સીડ બે ટકા નીચેનું દબાણ યથાવત્ જોવા મળી રહ્યું છે. મસાલા પેક તરફથી મિશ્ર સંકેતો મળ્યાં, જ્યાં હળદરમાં નરમાશ છે, પણ જીરા અને ધાણામાં હજી પણ પોઝિટીવ કામકાજ થઈ રહ્યું છે.