સોનામાં રિકવરી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં વૈશ્વિક બજારમાં સોનાની કિંમતો 2033 ડૉલરને પાર જતી જોવા મળી. તો સ્થાનિક બજારમાં પા ટકાની તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. નબળા ડૉલર ઈન્ડેક્સ અને બોન્ડ યીલ્ડને કારણે કિંમતોને સપોર્ટ મળતો જોવા મળી રહ્યો છે. તો બજારની નજર હવે યૂએસ અર્થતંત્રના આંકડા પર રહેશે.
ચાંદીમાં ફરી તેજી સાથે બજાર બંધ થતો જોવા મળ્યો જ્યાં વૈશ્વિક બજારમાં કિંમતો ફરી 23 ડૉલર પાસે પહોંચતી જોવા મળી તો સ્થાનિક બજારમાં એક ટકાની તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો છે.
ક્રૂડ ઓઈલ તરફથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે. જ્યાં બેન્ટની કિંમતો મામૂલી દબાણ સાથે 80 ડૉલર નીચે કારોબાર કરી રહી છે તો NYMEXમાં નબળી ઈન્વેન્ટરીના કારણ વેચવાલી જોવા મળી રહી છે. તો સ્થાનિક બજારમાં નબળા ડૉલરના કારણે મામૂલી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.
દેશમાં ગેસિફિકેશનના પ્રસ્તાવને મંજૂરી મળતા સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતોને વેગ મળતો જોવા મળી રહ્યો છે. જ્યાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો સાડ ચાર ટકાની તેજી સાથે 186 પર પહોંચતી જોવા મળી રહી છે.
બેઝ મેટલ્સમાં રિકવરી સાથેનો કારોબાર યથાવત્ જોવા મળી રહ્યો છે. જ્યાં LME પર LME પર પનામા કેનાલ અને સુએઝ કેનાલમાં ટ્રાન્સપોર્ટની ચિંતાઓને કારણે કોપરની કિંમતોને સપોર્ટ મળતો જોવા મળી રહ્યો છે. તો સ્થાનિક બજારમાં પણ તમામ મેટલ્સમાં તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.
એગ્રી કૉમોડિટીની વાત કરીએ તો, મસાલા પેતમાં મિશ્ર કારોબાર યથાવત્ જોવા મળી રહ્યો છે. જ્યાં હળદર અને જીરામાં ખરીદીની માહોલ યથાવત્ જોવા મળી રહ્યો છે. તો ધાણામાં નીચેના સ્તર પરથી રિકવરી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. તો સાથે જ ગુવાર પેમાં પણ એકની તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. તો કાપાસિયા ખોળમાં પણ શરૂઆતી કારોબારની દબાણ પર રોક લાગતી જોવા મળી રહી છે. તો એરંડામાં વેચવાલી યથાવત્ જોવા મળી રહી છે.