સોનાના કારોબારની વાત કરીએ તો સોનામાં ફરી નીચેના સ્તરેથી રિકવરી સાથેનો કારોબાર જવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારમાં સોનાની કિંમતો ફરી 2050 ડૉલર પાર જાતી જોવા મળી. તો સ્થાનિક બજારમાં પા ટાકાની તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. બજારની નજર આજે આવનારા યુએસ અનએમ્લોયમેન્ટ ડેટા પર બનેલી છે અને કાલે નોન ફાર્મ પે રોલ અને અનએમ્લોયમેન્ટ રેટ પણ આવશે.
સોનાના પગલે ચાંદિ પણ તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. કોમેક્સ પર ચાંદી 24 ડૉલરને પાર યથાવત્ જોવા મળી. તો સ્થાનિક બજારમાં ફ્લેટ કામકાજ જોવા મળ્યું.
તો નેચરલ ગેસની કિંમતો 13 સપ્તાહના નીચલા સ્તર પર પહોંચતી જોવા મળી. તો સવા બે ટકાની નરમાશ સાથે કિંમતો 210 આસપાસ પહોંતી જોવા મળી.
બેઝ મેટલ્સની વાત કરીએતો, USથી નબળા જોબ ડેટા આવવાના અનુમાનથી LME પર કોપરમાં મજબૂતી જોવા મળી હતી. તો સ્થાનિક બજારમાં પણ કોપરનો તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. બાકી તમામ મેટલ્સનો લાલ નિશાનમાં કારોબાર જોવા મળ્યો.