સોનામાં વેચવાલીનો કારોબાર યથાવત્ જોવા મળી રહ્યો છે. જ્યાં કોમેક્સ પર સોનાની કિંતમો 2000 ડૉલર પાસે પહોંચતી જોવા મળી રહી છે. તો સ્થાનિક બજારમાં પણ ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ભૌગોલિક તણાવને કારણે સોનાની કિંમતો પર અસર જોવા મળી રહી છે. જેના કારણે સોનામાં સપ્તાહની ઉપરની સપાટી પરથી દબાણ બનતુ જોવા મળી રહ્યું છે. તો હવે બજારની નજરા US PCE ડેટા પર રહેશે.
ચાંદીએ શરૂઆતી કારોબારનું દબાણ યથાવત્ જોવા મળી રહ્યું છે. તો વૈશ્વિક બજારમાં ચાંદીની કિંમતો 24 ડૉલર પાસે પહોંચતી જોવા મળી. સ્થાનિક બજારમાં પા ટકાનું દબાણ આવતું જવો આળી રહ્યું છે.
ક્રૂડ ઓઈલમાં ઉપરના સ્તરેથી દબાણ બનતુ જોવા મળી રહ્યું છે. જ્યાં બ્રેન્ટની કિંમતો ફરી 80 ડૉલર નીચે આવતી જોવા મળી રહી છે. તો NYMEXની કિંમતો 74 ડૉલર નીચે પહોંચતી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે USમાં ઈન્વેટરી વધવાને કારણે ક્રૂડની કિંમતોમાં દબાણ બનતુ જોવા મળી રહ્યું છે.
નેચરલ ગેસમાં નીચેના સ્તરેથી રિકવરી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં સ્થાનિક બજારામાં કિંતમો મામૂલી તીજી સાથે 198 પર પહોંચતી જોવા મળી રહી છે.
બેઝ મેટલ્સનો કારોબાર લાલ નિશાનમાં જોવા મળી રહ્યો છે. જ્યાં lme અને સ્થાનિક બજારમાં તમામ મેટલ્સમાં દબાણ બનતુ જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે સ્ટોક વધતા અને ડિમાન્ડમાં થતા ઘટાડાને કારણે મેટલ્સમાં દબાણ બનતુ જોવા મળી રહ્યું છે.
મસાલા પેકના જાન્યુઆરી વાયદામાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં જીરા અને ધાણામાં તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. તો હળદરમાં દબાણ આવતું જોવા મળી રહ્યું છે. જ્યારે જીરાના મિનિ કોન્ટ્રાકમાં એક ટકાની તેજી આવતી જોવા મળી રહી છે. ગુવાર પેકમાં સારું એક્શન જોવા મળી રહ્યું છે. જ્યાં ગુવાર ગમમાં અઢી ટકા તો ગુવાર સીડમાં બે ટકાની તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.