સપ્તાહની શરૂઆતમાં સોનાની કિંમતોમાં પણ નરમાશ આવતી જોવા મળી. જ્યાં કોમેક્સ પર સોનાની કિંતમો 2029 પર પહોંચતી જોવા મળી. તો સ્થાનિક બજારની વાત કરીએ તો સ્થાનિક બજારમાં માર્ચ વાયદામાં ફરી તેજી આવતી જોવા મળી રહી છે તો એપ્રિલ વાયદાની વેચવાલી યથાવત્ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે યૂએસ નોન ફાર્મ પે રોલ ડેટામાં રેટ કટ થવાની ઓછી સંભાવનાના કારણે સોનાની કિંમતોમાં દબાણ બનતુ જોવા મળી રહ્યું છે.
ચાંદીમાં પણ સોનાના પગલે દબાણ બનતુ જોવા મળી રહ્યું છે. જ્યાં વૈશ્વિક બજારમાં ચાંદીની કિંમતો 22 ડૉલર પાસે જોવા મળી. તો સ્થાનિક બજારમાં અડધા ટકાની નરમાશ આવતી જોવા મળી.
સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંતમો પોણા ટકાની તેજી સાથે 175 આસપાસ પહોંચતી જોવા મળી.
બેઝ મેટલ્સમાં વેચવાલી સાથેનો કારોબાર જોવા મળ્યો. જ્યાં US જોબ ડેટા અનુમાનથી સારા હોવાથી LME પર તમામ મેટલ્સમાં નરમાશ આવતી જોવા મળી. તો મજબૂત US ડૉલરના કારણે સ્થાનિક બજારમાં પણ લાલ નિશાનમાં જોવા મળી બેઝ મેટલ્સ.