ફેડના વ્યાજ દરને લઈ નિર્ણય પહેલા સોનામાં તેજી સાથે કારોબાર જોવા મળ્યો, અહીં કોમેક્સ પર 1972 ડૉલરના સ્તરે કિંમતો પહોંચી તો, સ્થાનિક બજારમાં નીચલા સ્તરેથી રિકવરી આવતા અડધા ટકાની તેજી જોવા મળી.
ફેડના વ્યાજ દરને લઈ નિર્ણય પહેલા સોનામાં તેજી સાથે કારોબાર જોવા મળ્યો, અહીં કોમેક્સ પર 1972 ડૉલરના સ્તરે કિંમતો પહોંચી તો, સ્થાનિક બજારમાં નીચલા સ્તરેથી રિકવરી આવતા અડધા ટકાની તેજી જોવા મળી.
ચાંદીમાં પણ મામુલી તેજી સાથેનો કારોબાર નોંધાયો, જ્યાં સ્થાનિક બજારમાં પા ટકાની તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો તો વૈશ્વિક બજારમાં ભાવ 25 ડૉલરની નીચે યથાવત્ છે.
શરૂઆતી તેજી બાદ ક્રૂડમાં ખાસુ દબાણ આવતું જોવા મળ્યું. જ્યાં સ્થાનિક બજારમાં લગભગ એક ટકાના ઘટાડા સાથે કિંમત 6468ના સ્તરની નજીક જોવા મળી. તો બ્રેન્ટનો ભાવ પણ એક ટકા ઘટીને 83 ડૉલરની નીચે પહોંચ્યો. તો નાઇમેક્સ ક્રૂડમાં એક ટકાનો ઘટાડો જોવા મળ્યો.
સ્થાનિક બજારમાં નેચરલ ગેસે પણ શરૂઆતી તેજી ગુમાવી અને પા ટકાના ઘટાડા સાથે ભાવ 221 પર જોવા મળ્યો.
ડૉલર ઇન્ડેક્સમાં રિકવરી અને ચાઈનીઝ સરકાર તરફથી રાહત પેકેજમાં વિલંબ થવાના કારણે મેટલ્સમાં ખરીદદારી સાથેનો કારોબાર જોવા મળ્યો, અહીં સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ સહિતની મેટલ્સમાં તેજી જોવા મળ્યો. સૌથી વધારે લેડમાં અડધા ટકાથી વધારેની તેજી દેખાઇ.
નજર કરીએ એગ્રી કૉમોડિટીના કારોબાર પર તો, ગુવાર પેકમાં શરૂઆતી તેજી ઓછી થતા ફરી દબાણ સાથેનો કારોબાર જોવા મળ્યો, જ્યારે મસાલા પેક મિશ્ર કારોબાર જોવા મળ્યો., અહીં હળદરમાં અઢી ટકાની તેજી જોવા મળી, પણ ધાણા અને જીરામાં દબાણ યથાવત્ છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.