વેસ્ટ એશિયામાં તણાવ વધતા સોનાને સેફ હેવન બાઈંગનો સપોર્ટ મળતા કોમેક્સ પર ભાવ 2055 ડૉલરના સ્તરની ઉપર પહોંચ્યો, તો સ્થાનિક બજારમાં પા ટકાથી વધુની તેજી સાથે 62,515ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળ્યો છે.
વેસ્ટ એશિયામાં તણાવ વધતા સોનાને સેફ હેવન બાઈંગનો સપોર્ટ મળતા કોમેક્સ પર ભાવ 2055 ડૉલરના સ્તરની ઉપર પહોંચ્યો, તો સ્થાનિક બજારમાં પા ટકાથી વધુની તેજી સાથે 62,515ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળ્યો છે.
ચાંદીમાં પણ પોઝિટીવિટી સાથેનો કારોબાર રહ્યો, અહીં વૈશ્વિક બજારમાં ભાવ 23 ડૉલરની ઉપર આવ્યા, તો સ્થાનિક બજારમાં 72,700ના સ્તરની નજીક કિંમતો પહોંચતી દેખાઈ છે.
ગત સપ્તાહના ઉપલા સ્તરેથી કિંમતો ઘટી અને બ્રેન્ટનો ભાવ 78 ડૉલરની નીચે પહોંચ્યો, તો nymex ક્રૂડમાં 72 ડૉલરની ઉપર કારોબાર જોવા મળ્યો, અહીં હૂતી વિદ્રોહીઓના નિયંત્રણવાળા વિસ્તારો પર અમેરિકા અને બ્રિટેનના હુમલાથી કિંમતોને નીચલા સ્તરેથી સપોર્ટ મળતોજોવા મળ્યો છે.
શરૂઆતી કારોબારમાં નેચરલ ગેસમાં સાડા ચાર ટકાની નરમાશ સાથે 262ના સ્તરની નજીક કારોબાર જોવા મળ્યો છે.
ચાઈનાની સ્થિર પોલિસીના કારણે બેઝ મેટલ્સની કિંમતોને સપોર્ટ મળ્યો, ચાઈનાએ ઇન્ટરેસ્ટ રેટ 2.5 ટકા પર યથાવત્ રાખ્યા છે, જેને કારણે મેટલ્સમાં ખરીદદારી જોવા મળી. એલ્યુમિનિયમ સિવાય તમામ મેટલ્સમાં ખરીદદારી જોવા મળી.
ગુવાર પેકમાં ઉપલા સ્તરેથી દબાણ આવતા અંતે વેચવાલી સાથેનો કારોબાર જોવા મળ્યો, તો મસાલા પેકમાં ધાણામાં નરમાશ છે, પણ હળદરમાં 4 ટકાથી વધુની મજબૂતી જોવા મળી તો જીરામાં પણ રિકવરી આવતા અડધા ટકાની ખરીદદારી જોવા મળી, આ સાથે જ એરંડામાં પણ પા ટકાથી વધુની નરમાશ રહી, તો કપાસિયા ખોળમાં પણ ફ્લેટ ટૂ પોઝિટીવ સંકેતો જોવા મળ્યા.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.