ગણેશ ચતુર્થીના પર્વ પર નવી સોનાની ખરાદીની શરૂઆત કરવી એ શુભ માનવામાં આવે છે. ત્યારે ટૂંક જ સમયમાં તહેવારો અને લગ્ન સિઝન જોવા મળશે. તો સોનામાં રોકાણની શુભ શરૂઆત કયા મુહૂર્તમાં કરવી જોઇએ.
ગણેશ ચતુર્થીના પર્વ પર નવી સોનાની ખરાદીની શરૂઆત કરવી એ શુભ માનવામાં આવે છે. ત્યારે ટૂંક જ સમયમાં તહેવારો અને લગ્ન સિઝન જોવા મળશે. તો સોનામાં રોકાણની શુભ શરૂઆત કયા મુહૂર્તમાં કરવી જોઇએ.
IEA દ્વારા ઓક્ટોબર અને ડિસેમ્બરમાં સપ્લાય અછત વર્તાય તેવા અનુમાન કરવામાં આવ્યા છે. જેનું મુખ્ય કારણ સાઉદી અને રશિયા તરફથી ડિસેમ્બર અંત સુધી ઉત્પાદન કાપ યથાવત્ રાખવાનો નિર્ણય છે. બજારમાં સપ્લાય ચિંતાના કારણે ક્રૂડની કિંમતોમાં ઉછાળો યથાવત્ છે, જ્યાં બ્રેન્ટ 94 ડૉલરની ઉપર ટક્યું છે, તો NYMEX ક્રૂડમાં અડધા ટકાથી વધુની તેજી રહી, અને સ્થાનિક બજારમાં પણ પોઝિટીવ કામકાજ થઈ રહ્યું છે.
નેચરલ ગેસમાં દબાણ યથાવત્ રહેતા સ્થાનિક બજારમાં કિંમત અડધા ટકા ઘટીને 220 પર પહોંચી.
સ્થાનિક બજારમાં લેડ સિવાય તમામ મેટલ્સમાં લીલા નિશાનમાં કારોબાર જોવા મળ્યો. એલ્યુમિનિય અને ઝિંકમાં શરૂઆતી દબાણ બાદ મામુલી રિકવરી આવતી જોવા મળી. ઉલ્લેખનિય છે કે ઓગસ્ટમાં ચીનનું માસિક ઉત્પાદન રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા બાદ એલ્યુમિનિયમમાં શરૂઆતી કારોબારમાં ઘટાડો નોંધાયો હતો.
ગુવાર પેકમાં આજે ભારે દબાણ સાથેનો કારોબાર યથાવત્ રહ્યો. જ્યાં ગુવાર સીડમાં લગભગ 6 ટકા તો ગુવારગમમાં સવા ચાર ટકાનો ઘટાડો નોંધાયો. તો મસાલા પેક પર નજર કરી લઇએ તો જીરામાં સૌથી વધારે 3 ટકાનું દબાણ આવતુ જોવા મળ્યું તો હળદરમાં શરૂઆતી દબાણ યથાવત્ રહેતા સવા એક ટકાની વેચવાલી રહી. તો આ સિવાય કેસ્ટર સીડમાં પણ દોઢ ટકાનો ઘટાડો જોવા મળ્યો.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.