વેસ્ટ એશિયામાં ભૌગોલિક તણાવ વધતા સોનાને સેફ હેવન બાઈંગનો સપોર્ટ મળી રહ્યો છે, જ્યાં કોમેક્સ પર ભાવ 2084 ડૉલરની ઉપર પહોંચતા દેખાયા, તો સ્થાનિક બજારમાં 63586ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળ્યો, ઉલ્લેખનિય છે કે આ વર્ષે પણ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે તણાવની સ્થિતી જોવા મળે, તો બજારની નજર આજે આવનાર યૂએસના મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ આંકડાઓ અને શુક્રવારે જાહેર થનાર યૂએસના નોન-ફાર્મ પેરોલના ડેટા પર બનેલી છે.
ચાંદીમાં પણ પોઝિટીવ કારોબાર છે, અહીં વૈશ્વિક બજારમાં 24 ડૉલરની પાસે કારોબાર રહ્યો, તો સ્થાનિક બજારમાં 74,696ના સ્તરની આસપાસ કિંમતો જોવા મળી રહી છે.
સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં સવા બે ટકાની તેજી સાથે 219ની કિંમતો જોવા મળી રહી છે.
બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે, એક તરફ ચાઈના અર્થતંત્રના મિશ્ર આંકડાઓ અને બીજી બાજુ ઓછા આઉટપુટના કારણે LME પર કોપરની કિંમતોમાં મજબૂતી જોવા મળી. ઉલ્લેખનિય છે કે S&P ગ્લોબલ મુજબ ચાઈનાના મેન્યુફેક્ચરિંગ PMI આંકડા નવેમ્બરના 50.7ની સામે ડિસેમ્બરમાં 80.8 પર રહેતા દેખાયા, જે સુચવે છે કે ચાઈનાના અર્થતંત્રમાં રિકવરી આવી રહી છે. પણ સામે આઉટપુટમાં નરમાશની અસર પણ મેટલ્સની ચાલ પર દેખાઈ, પરિણામે મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે.