સ્થાનિક માર્કેટમાં સ્થિરતા લાવવા મોસ્કોએ ક્રૂડ અને ગેસોલિનની નિકાસ પર કામચલાઉ પ્રતિબંધ જાહારે કર્યો હોવાથી ગ્લોબલ માર્કેટમાં સપ્લાયની ચિંતા વધી, સાથે જ વ્યાજ દરમાં ધારાથી માગ નબળી પડવાના ડરથી પણ ક્રૂડની કિંમતોમાં ઉછાળો જોવા મળ્યો, જ્યાં બ્રેન્ટમાં ભાવ 92 ડૉલરના સ્તરની પાસે પહોંચ્યા, તો NYMEX ક્રૂડમાં 90 ડૉલરના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે, ચોથા ક્વાર્ટરમાં ક્રૂડ પુરવઠાની વ્યાપક ખાધના અનુમાને પાછલા ત્રણ અઠવાડિયામાં કિંમતોમાં 10 ટકાથી વધુનો વધારો નોંધાયો છે..આ સાથે જ USની ઓઈલ રિગ કાઉન્ટમાં પણ ઘટાડો જોવા મળ્યો છે, તો બીજી તરફ સપ્ટેમ્બરમાં ચાઈનાની મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીમાં વધારો થાય તેવા અનુમાન બની રહ્યા છે.