સોનામાં સુસ્તી સાથેનો કારોબાર જોવા મળ્યો. જ્યાં વૈશ્વિક બજારમાં સોનાની કિંમતો 2030 ડૉલર પાસે જોવા મળી. તો સ્થાનિક બજારમાં પણ ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર જોવા મળ્યો. ઉલ્લેખનીય છે કે યૂએસ અર્થતંત્રના ડેટા પહેલા સોનામાં સુસ્તી જોવા મળી રહી છે.
સોનામાં સુસ્તી સાથેનો કારોબાર જોવા મળ્યો. જ્યાં વૈશ્વિક બજારમાં સોનાની કિંમતો 2030 ડૉલર પાસે જોવા મળી. તો સ્થાનિક બજારમાં પણ ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર જોવા મળ્યો. ઉલ્લેખનીય છે કે યૂએસ અર્થતંત્રના ડેટા પહેલા સોનામાં સુસ્તી જોવા મળી રહી છે.
ચાંદીની કિંમતોમા પણ તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં વૈશ્વિક બજારમાં ચાંદીની કિંમતો 22 ડૉલર પર યથાવત્ જોવા મળી રહી છે.
ક્રૂડમાં રાતોરાત બે ટકા નું દબાણ બનતુ જોવા મળ્યું. જ્યાં બ્રેન્ટની કિંમતો 83 ડૉલર પાસે કારોબાર કરતુ જોવા મળ્યું. તો nymex ક્રૂડમાં પણ ઈન્વેન્ટરી વધતા દબામ બનતુ જોવા મળ્યું. સ્થાનિક બજારમાં પણ વેચવાલી સાથેનો કારોબાર.
સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં પોણા ટકાની તેજી સાથે કિંમતો 157 આસપાસ પહોચતી જોવા મળી.
ત્યારે નબળા ડૉલર ઈન્ડેક્સ અને ચાઈનામાં અર્થતંત્ર સુધરવાની આશાએ બેઝ મેટલ્સમાં તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં એલએમઈ પર તમામ મેટલ્સ લીલા નિશાનમાં કારોબાર કરતી જોવા મળી. તો સ્થાનિક બજારમાં પણ લગભગ તમામ મેટલ્સમાં ફ્લેટ ટૂ પોઝિટીવ કારોબાર જોવા મળ્યો.
મસાલા પેકમાં લીલા નિશાનમાં કારોબાર કરતુ જોવા મળી રહ્યું છે. તો ગુવાર પેકમાં વેચવાલી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યા ગુવાર સીડમાં અડધા ટકા તો ગુવાર ગમમાં પોણા ટકાનું દબાણ બનતુ જોવા મળી રહ્યું છે. ત્યારે કપાસિયા ખોળમાં મામૂલી તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.