યૂએસ મોંઘવારીના આંકડા પહેલા સોનામાં દબાણ તરફી કારોબાર જોવા મળ્યો. જ્યાં કોમેક્સ પર કિંમતોમાં 1968 ડૉલર આસપાસ પહોંચતી જોવા મળી. તો સ્થાનિક બજારમાં પા ટકાની નરમાશ સાથે કિંમતો 59400 આસપાસ જોવા મળી. મહત્વનું છે કે સોનાની કિંમતોમાં ગત સપ્તાહે 1 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.
ચાંદીમાં પણ સોનાને પગલે દબાણ આવતા વૈશ્વિક બજારમાં ભાવ પા ટકાથી વધારે તૂટી 24 ડૉલરની પણ નીચે પહોંચ્યા, જ્યારે સ્થાનિક બજારમાં પણ પોણા ટકાથી વધુના ઘટાડા સાથે 71893 ના સ્તરની આસપાસ કારોબાર દેખાઈ રહ્યો છે.
ક્રૂડ ઓઈલની વાત કરીએ તો, સ્થાનિક બજારમાં ક્રૂડમાં એક ટકા ઉપરનું દબાણ જોવા મળ્યું. જ્યારે US અને ચાઈનાના સીપીઆઈ આંકડા જાહેર થતા પહેલા NYMEX ક્રૂડમાં દબાણ આવતા ભાવ 82 ડૉલરની પાસે રહેતા દેખાયા. તો બ્રેન્ટમાં પણ શરૂઆતી કારોબારમાં તેજી જોવા મળી જે બાદ કિંમતોમાં દબાણ બનતું જોવા મળ્યું. બ્રેન્ટની કિંમતો એક ટકાના દબાણ સાખે 86 ડૉલર નીચે આવતા જોવા મળી રહી છે. આ સાથે OPEC+એ પોતાના લક્ષ્યમાં કોઈ ફેરફાર નથી કર્યો જેની અસર પણ કિંમતો પર દેખાઈ રહી છે.
સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં અઢી ટકાથી વધુની તેજી સાથે 218ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
બેઝ મેટલ્સમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો, જ્યાં સ્થાનિક બજારમાં લેડમાં પા ટકાની તેજી જોવા મળી તો બાકી બેઝ મેટલ્સ લાલ નિશાનમાં કારોબાર જોવા મળ્યો. તો નબળી ચાઈનીઝ મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીના કારણે LME પર કોપરમાં 3 મહિનાના ઉપલા સ્તરેથી ઘટાડો નોંધાઈ રહ્યો છે.
ગુવાર પેકમાં એક્શન જોવા મળી જ્યાં ગુવાર ગમ અને ગુવાર સીડમાં લગભગ છ ટકા આસપાસની તેજી સાથે કારોબાર જોવા મળ્યો. તો મસાલા પેકમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો જ્યાં હળદરમાં અડધા ટકા તો ધાણામાં મામૂલી તેજી જોવા મળી જ્યારે જીરા લાલ નીશાનમાં કારોબાર કરતું જોવા મળ્યું. તો કપાસિયા ખોળમાં દબાણ તરફી કારોબાર યથાવત્ જોવા મળી રહ્યો છે.