FOMCની મિનિટ્સ પહેલા સોનામાં મિશ્ર કારોબાર થતો દેખથાઇ રહ્યો છે. જ્યાં કોમેક્સ પર ભાવ મામુલી તેજી સાથે 1937 ડૉલરના સ્તરની પાસે રહ્યા, તો સ્થાનિક બજારમાં મામૂલી દબાણ સાથે 58,846 રૂપિયાના સ્તની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. આ સાથે જ USમાં જુલાઈમાં રિટેલ વેચાણ અનુમાન કરતા વધારે રહેતા સોનાની કિંમતો પર અસર દેખાઈ, તો બીજી બાજું જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના આંકડાઓ મુજબ ભારતમાં જુલાઈમાં જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ YoY ધોરણે 33.1% ઘટી 1.68 બિલિયન ડૉલર પર રહ્યો, તો ઇમ્પોર્ટ 36% ઘટીને 1.69 બિલિયન ડૉલર પર પહોંચતો દેખાયો છે.
સોનાને પગલે ચાંદીમાં પણ ઉપલા સ્તરેથી દબાણ જોવા મળ્યું છે. પરંતુ ટ્રેન્ડ પોઝિટીવ છે. જ્યાં સ્થાનિક બજારમાં લગભગ અડધા ટકાની તેજી સાથે ભાવ 70234ના સ્તરની નજીક જોવા મળ્યો. તો સામે આંતરરાષ્ટ્રીય પર ચાંદીમાં વધારે એક્શન જોવા મળી રહ્યું છે. કોમેક્સ પર ચાંદી પા ટકાની તેજી સાથે ફરી 23 ડૉલરની નજીક જોવા મળ્યો છે.
ક્રૂડ ઓઇલમાં રાતોરાત 2 ટકાનો ઘટાડો આવતા બ્રેન્ટમાં 85 ડૉલરની નીચે કારોબાર જોવા મળ્યો, ચાઈનાના રિટેલ વેચાણ આંકડા નબળા રહેતા અને ચાઈનાની સેન્ટ્ર બેન્કોએ કી લેડિંગ રેટ ઘટાડ્યો હોવાથી ક્રૂડની કિંમતો પર અસર જોવા મળી. ઉલ્લેખનિય છે કે છેલ્લા 7 સપ્તાહમાં ક્રૂડમાં લગભગ 20%નો વધારો નોંધાઈ ચુક્યો છે..પણ ત્યાર બાદ હવે ઉપલા સ્તરેથી ઘટાડો આવતા NYMEX ક્રૂડમાં પણ 81 ડૉલરની નીચે કિંમતો પહોંચતી દેખાઈ રહી છે.
નેચરલ ગેસમાં શરૂઆતી કારોબારનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે. જ્યાં સાડા પાંચ ટકા ઉપરના દબાણ સાથે કિંમતો 219ના સ્તર આસપાસ પહોંચતી જોવા મળી.
બેઝ મેટલ્સમાં પણ મિશ્ર કારોબાર જોવા મળ્યો, જ્યાં લેડની કિંમતોમાં થોડી પોઝિટીવિટી જોવા મળી, પણ એલ્યુમિનિયમ, કોપર અને ઝિંકમાં દબાણ યથાવત્ છે. ઉલ્લેખનિય છે કે, ચાઈનાના નબળાં ટ્રેડ આંકડાઓના કારણે કિંમતો પર અસર જોવા મળી રહી છે.
ગુવાર પેકમાં વેચવાલી તરફી કારોબાર યથાવત્ જોવા મળી રહ્યો છે. જ્યાં ગુવાર સીડમાં પોણા ચાર ટકાની તો ગુવાર ગમમાં ત્રણ ટકા સુધીનું દબાણ જોવા મળી રહ્યું છે. તો બીજી બાજુ મસાલા પેકમાં દબાણ આવતુ જોવા મળ્યું છે. સૌથી વધુ જીરામાં લગભગ 6%નું દબાણ જોવા મળી રહ્યું છે તો હળદરમાં લગભગ ત્રણ ટકા તો ધાણામાં બે ટકા સુધીનું દબાણ જોવા મળી રહ્યું છે.