યૂએસના બેરોજગારીના દાવાના રિપોર્ટ પહેલા સોનાની કિંમતોમાં નરમાશ જોવા મળી, જ્યાં કોમેક્સ પર ભાવ 1900 ડૉલરના સ્તરની પણ નીચે આવ્યા, તો સ્થાનિક બજારમાં ભાવ 58,210 ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. અહીં ડૉલર ઇન્ડેક્સમાં મજબૂતી આવતા સોનાની કિંમતો ઘટીને 6 મહિનાના નીચલા સ્તરની પાસે પહોંચી છે.
ચાંદીમાં પણ સોનાને પગલે દબાણ રહ્યું, જ્યાં વૈશ્વિક બજારમાં 23 ડૉલરની નીચે અને સ્થાનિક બજારમાં 70,780ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં પણ દબાણ બનતું જોવા મળ્યું. જ્યાં એક ટકાના દબાણ સાથે કિંમતો 241 પર પહોંચતી જોવા મળી.
તો નબળા ડૉલર ઈન્ડેક્સને કારણે કોપરમાં રિકવરી જોવા મળી. તો બાકી બેઝ મેટલ્સમાં પણ તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. જ્યારે LME પર પણ બેઝ મેટલ્સમાં લીલા નિશાનમાં કારોબાર કરતા જોવા મળ્યા.
માસાલા પેકમાં મિશ્ર કારોબાર યથાવત્ જોવા મળ્યો. જ્યાં હળદરમાં ત્રણ ટકાની તેજી જોવા મળી તો, ધાણ અને જીરા લાલ નિશાનમાં કારોબાર કરતા જોવા મળ્યા. તો બે દિવસના દબાણ બાદ ગુવાર પેકમાં જોવા મળ્યો મામૂલી તેજીનો કારોબાર. સાથે એરંજામાં એક ટકા આસપાસની તેજી સાથે નો કારોબાર જોવા મળ્યો. કપાસિયા ખોળમાં ચારની તેજી સાથે કારોબાર જોવા મળ્યો.