સોનાના કારોબાર પર નજર કરીએ તો, સોનામાં ફ્લેટ કારોબાર જોવા મળ્યો. જ્યાં કોમેક્સ પર મામૂલી દબાણ સાથે કિંમતો 1971 ડૉલર આસપાસ પહોંચતી જોવા મળી તો સ્થાનિક બજારમાં પણ ફ્લેટ ટુ પોઝીટીવ કારોબાર જોવા મળ્યો. ગ્લોબલ અર્થતંત્રના નબળા આર્થિક આંકડાઓના કારણે સોનામાં સેફ હેવન બાઈંગના કારણે સોનામાં ઉત્તાર-ચઢાવનો કારોબાર જોવા મળ્યો.
ચાંદીના કારોબારમાં વૈશ્વિક બજારમાં કિંમતો આશરે સાડા 24 ડૉલરની ઉપર રહેતી દેખાઈ હતી, સ્થાનિક બજારમાં થોડી નેગેટિવિટી સાથે 75992ના સ્તરની આસપાસ કિંમતો રહેતી દેખાઈ રહી છે.
બેઝ મેટલ્સ તરફથી આજે મિશ્ર સંકેતો મળી રહ્યા છે, જ્યાં અનુમાન કરતા નબળા USના આર્થિક આંકડાઓના કારણે LME પર કોપરની કિંમતો ઘટતી દેખાઈ, પણ સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં લેડ અને એલ્યુમિનિયમમાં પોઝિટીવ કારોબાર રહ્યો, જ્યારે કોપર અને ઝિંક લાલ નિશાનમાં કારોબાર કરતા જોવા મળ્યા.