સોના પણ ફ્લેટ કારોબાર જોવા મળ્યો. વૈશ્વિક બજારમાં સોનું 2024 ડૉલર પાસે પહોંચતુ જોવા મળ્યું. તો સ્થાનિક બજારમાં પણ ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર જોવા મળ્યો. ઉલ્લેખનીય છે કે જેરોમ પોવેલના હોકિસ નિવેદન બાદ સોનામાં ઉપરના સ્તરેથી દબાણ બનતુ જોવા મળી રહ્યું છે.

ચાંદીમાં પણ ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં કોમેક્સ પર ચાંદીની કિંમતો 22 ડૉલર પાસે પહોંચતી જોવા મળી રહી છે. તો સ્થાનિક બજારમાં ફ્લેટ ટુ પોઝીટીવ કારોબાર જોવા મળી રહ્યો છે.
ક્રૂડ ઓઈલમાં તેજી યથાવત્ જોવા મળી રહી છે. જ્યાં નબળા ડૉલર ઈન્ડેક્સને કારણે બ્રેન્ટની કિંમતો 78 ડૉલરને પાર જતી જોવા મળી રહી છે. તો ભૌગોલિક તણાવને લઈ NYMEXની કિંમતોમાં તેજી સાથેનો કારોબાર યથાવત્ જોવા મળી રહ્યો છે. જ્યારે સ્થાનિક બજારમાં ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યો છે.
સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો સવા ટકાની તેજી સાથે 175 પાસે પહોંચતી જોવા મળી.
બેઝ મેટલ્સમાં રિકવરી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં LME પર એલ્યુમિનિયમ સિવાય તમામ મેટલ્સમાં તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. તો સ્થાનિક બજારમાં તમામ મેટલ્સમાં પા ટકા સુધીની તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ડૉલર ઈન્ડેક્સ અને બોન્ડ યીલ્ડમાં આવેલા દબાણથી મેટલ્સની કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.