ડૉલર ઇન્ડેક્સ અને બોન્ડ યીલ્ડમાં નરમાશના કારણે સોનાની કિંમતો પર અસર જોવા મળી, જ્યાં કોમેક્સ પર સોનું 1887 ડૉલરના સ્તરન પાસે રહ્યું, તો સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબાર પોઝિટીવ ઝોનમાં થતો દેખાયો, આ સાથે જ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ મુજબ ગ્લોબલ ગોલ્ડ ETFમાંથી સપ્ટેમ્બર મહિનામાં લગભગ 3 બિલિયન ડૉલરનો આઉટ ફ્લો જોવા મળ્યો છે.
સોનાને પગલે ચાંદીમાં પણ પોઝિટીવ કામકાજ રહ્યું, અહીં વૈશ્વિક બજારમાં કિંમતો 21 ડૉલરની ઉપર યથાવત્ છે, તો સ્થાનિક બજારમાં 69,618ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં દોઢ ટકા જેટલી મજબૂતી આવતા ભાવ 286ના સ્તરની ઉપર પહોંચતા દેખાયા.
તો બેઝ મેટલ્સમાં સ્થાનિક બજારમાં તમામ મેટલ્સમાં પોઝિટીવ કામકાજ જોવા મળ્યું. વાસ્તવમાં ઇન્ટરનેશનલ લેડ અને ઝિંક સ્ટડી ગ્રુપ દ્વારા 2024માં ગ્લોબલ ઝિંક માર્કેટ 367,000-tnનું સરપ્લસ બતાવી શકે તેવો અંદાજ કરવામાં આવ્યો છે, મુખ્યત્વે ચાઈના તરફથી આઉટપુટ વધતા 2023ની સામે આવતા વર્ષે ઝિંકનું સરપ્લસ વધવાનો અંદાજ છે. જેને કારણે ઝીંકની શરૂઆતી બજારની કિંમતોમાં નરમાશ રહી, પણ ડૉલરમાં દબાણથી મેટલ્સમાં સુધારો જોવા મળી રહ્યો છે.