સોનામાં સેફ હેવન બાઈગ વધતુ જોવા મળ્યું. જ્યાં કોમેક્સ પર સોનાની કિંમતો 2036 ડૉલરના પાર જતી જોવા મળી. તો સ્થાનિક બજારમાં પણ પા ટકાની તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે નબળા ડૉલર ઈન્ડેક્સે સોનાની કિંમતોને સપોર્ટ મળતો જોવા મળી રહ્યો છે.
ચાંદીમાં વેચવાલી યથાવત્ જોવા મળી રહી છે. જ્યાં કોમેક્સ પર ચાંદીની કિંમતો 23 ડૉલર પાસે જોવા મળી રહી છે. સ્થાનિક બજારમાં ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યો છે.
કિંમતો પોણા બે ટકાની તેજી સાથે 140 પાસે પહોંચી ગઈ છે.
બેઝ મેટલ્સમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં Lme પર કોપરની કિંમતોમાં રિકવરી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. તો સ્થાનિક બજારમાં પણ કોપર સિવાય તમામ મેટલ્સમાં વેચવાલી જોવા મળી રહી છે.