સોનાનો કારોબારમાં ફરી ઉપરના સ્તરેથી દબાણ બનતુ જોવા મળી રહ્યું છે. જ્યાં કોમેક્સ પર કિંમતો 2050 ડૉલરની નીચે આવતી જોવા મળી રહી છે. તો સ્થાનિક બજારમાં પણ ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યું છે.
સોનાનો કારોબારમાં ફરી ઉપરના સ્તરેથી દબાણ બનતુ જોવા મળી રહ્યું છે. જ્યાં કોમેક્સ પર કિંમતો 2050 ડૉલરની નીચે આવતી જોવા મળી રહી છે. તો સ્થાનિક બજારમાં પણ ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યું છે.
સોનાના પગલે ચાંદીમાં પણ દબાણ આવતુ જોવા મળી રહ્યું છે. જ્યાં વૈશ્વિક બજારમાં 24 ડૉલર પર કારોબાર યથાવત્ જોવા મળ્યો. તો સ્થાનિક બજારમાં પણ વેચવાલી સાથેનો કારોબાર નોંધાયો.
ક્રૂડ ઓઈલમાં શરૂઆતી કારોબારના દબાણ પર રોક લાગતી જોવા મળી. જ્યાં બ્રેન્ટની કિંમતો 80 ડૉલરને પાર જોવા મળી રહી છે. તો NYMEXમાં 74 ડૉલરને પાર કારોબાર જોવા મળી રહ્યો છે. તો સ્થાનિક બજારમાં પણ નીચેના સ્તરે થી રિકવરી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ભૌગોલીક તણાવને કારણે ક્રૂડમાં તેજી આવી હતી. જે બાદ રશિયાના 50,000 bpd વધારાના એક્સપોર્ટની કટની જાહેરાત બાદ ક્રૂડમાં ઉતાર-ચઢાવનો કારોબાર જોવા મળી રહ્યો છે.
સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો અડધા ટકાની તેજી સાથે 200 આસપાસ પહોંચતી જોવા મળી.
બેઝ મેટલ્સમાં ફરી વોલેટાઈલ કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં એલ્યુમિનિયમની 2 સપ્તાહની તેજી પર રોક લાગતી જોવા મળી રહી છે. તો બાક તમામ મેટલ્સમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યાં કોપર 19 સપ્તાહની ઉપરની સપાટી પર કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે નબળા ડૉલર ઈન્ડેક્સના કારણે બેઝ મેટલ્સને સપોર્ટ મળતો જોવા મળી રહ્યો છે.
એગ્રી કૉમોડિટીની વાત કરીએ તો, માસાલા પેકમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે જ્યાં જીરામાં બે ટકાની તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. તો ધાણા અને હળદરમાં વેચવાલી જોવા મળી રહી છે. ગુવાર પેકમાં વોલેટાલીટી જોવા મળી જ્યાં ગુવાર ગમમાં 3 ટકાની તેજી તો ગુવાર સીડમાં પા ટકાની દબાણ બનતુ જોવા મળી રહ્યું છે. તો કપાસિયા ખોળ અને એરંડામાં એક ટકા ઉપરની વેચવાલી આવતી જોવા મળી રહી છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.