નજર કરીએ ક્રૂડના કારોબાર પર તો અમેરિકાએ વેનેઝુએલા ઓઈલ પર નિયંત્રણો હળવા કર્યા હોવાથી નાયમેક્સ ક્રૂડમાં પા ટકાનો ઘટાડો જોવા મળ્યો. તો સામે બ્રેન્ટમાં આજે લગભગ અડધા ટકાના ઘટાડા સાથે કિંત 91 ડૉલર પર પહોંચી. તો સ્થાનિક બજારમાં પણ લાલ નિશાનમાં જ કારોબાર થઇ રહ્યો છે.
તો આ તરફ નેચરલ ગેસમાં ફ્લેટ કારોબાર સાથે કિંમત 256 ની નજીક જોવા મળી.
સોનાના પગલે ચાંદીમાં પણ વેચવાલી જોવા મળી. COMEX પર પા ટકાના દબાણ સાથે ચાંદી 23 ડૉલર આસપાસ કારોબાર કરતી જોવા મળી તો સ્થાનિક બજારમાં પણ પા ટકાની નરમાશ આવતી જોવા મળી.
બેઝ મેટલ્સની વાત કરીએ તો ચાઈના ડેટા પ્રમાણે ગ્લોબલ સરપ્લસના વઘવાથી LME પર ઝિંકમાં દબાણ બનતું જોવા મળી રહ્યું છે. ઝિંકનો ત્રણ મહિનાનો કોન્ટ્રાક 2434 ડૉલર પ્રતિ ટન પર પહોંચ્યો છે જે 0.3 નીચે સપાટી પર છે. જ્યારે એલ્યુમિનિયમમાં પા ટકાની તેજી સાથે નો કારબાર જોવા મળી રહ્યો છે. સ્થાનિક બજારમાં પણ લેડ સિવાય બાકી મેટલ્સમાં દબાણ બનતુ જોવા મળ્યું.
નજર કરીએ એગ્રી કૉમોડિટીના કારોબાર પર તો, મસાલા પેકમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં સૌથી વધુ ધાણામાં સવા બે ટકાનું દબાણ બનતુ જોવા મળી રહ્યું છે તો જીરામાં પણ અડધા ટકાનું દબાણ જોવા મળ્યું. ત્યારે હળદરમાં તેજીનો ટ્રેન્ડ યથાવત્ જોવા મળી રહ્યો છે. જ્યાકે ગુવાર પેકમાં મામૂલી તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. કપાસિયા ખોળમાં પણ ફ્લેટ કારોબાર જોવા મળ્યો.