10 મહિનાના ઉપલા સ્તરેથી ક્રૂડમાં દબાણ રહ્યું, જ્યાં બ્રેન્ટના ભાવ 93 ડૉલરની નીચે આવ્યા, NYMEX ક્રૂડમાં પણ અડધા ટકાથી વધુનો ઘટાડો નોંધાયો, જ્યારે સ્થાનિક બજારમાં આશરે 1 ટકા જેટલું દબાણ જોવા મળી રહ્યું છે. USમાં લાંબા સમય સુધી વ્યાજ દર ઉંચા રહેવાની આશંકા અને USમાં ક્રૂડની ઇન્વેન્ટરી ઘટતા કિંમતો પર નફાવસુલીનું દબાણ જોવા મળ્યું છે.
સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં ફ્લેટ ટૂ પોઝિટીવ કામકાજ સાથે 227ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
ચાંદીમાં પણ નરમાશ આવતા વૈશ્વિક બજારમાં ભાવ સાડા 23 ડૉલરની નીચે આવ્યા, સ્થાનિક બજારમાં પણ એક ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો. અહીં મેટલ્સમાં વેચવાલીની અસર પણ જોવા મળી રહી છે.
ડૉલર ઇન્ડેક્સમાં ઉછાળાના કારણે LME પર મોટાભાગની મેટલ્સમાં નરમાશ જોવા મળી, તો સ્થાનિક બજારમાં પણ દબાણ સાથેનો કારોબાર નોંધાઈ રહ્યો છે.
શરૂઆતી કારોબારમાં મસાલા પેક તરફથી મિશ્ર સંકેતો મળ્યા, જ્યાં હળદરમાં ભાવ આશરે 1 ટકાથી વધુ તૂટ્યા, પણ જીરા અને ધાણામાં રિકવરી દેખાઈ રહી છે. પણ ગુવાર પેકમાં ફ્લેટ ટૂ નેગેટીવ કામકાજ થઈ રહ્યું છે. તો કપાસિયા ખળોમાં સવા એક ટકાથી વધુની નરમાશ જોવા મળી છે.