સોનામાં ઉપરના સ્તેરથી દબાણ બનતુ જોવા મળી રહ્યુ્ં છે. જ્યાં કોમેક્સ પર સોનાની કિંતમો 2000 ડૉલર પાસે પહોંચતી જોવા મળી રહી છે. તો સ્થાનિક બજારમાં પણ ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ભૌગોલિક તણાવને કારણે સોનાની કિંમતો પર અસર જોવા મળી રહી છે. જેના કારણે સોનામાં સપ્તાહની ઉપરની સપાટી પરથી દબાણ બનતુ જોવા મળી રહ્યું છે. તો હવે બજારની નજરા US PCE ડેટા પર રહેશે.
સોનાના પગલે ચાંદીમાં પણ ફ્લેટ કારોબાર જોવા મળ્યો. જ્યાં વૈશ્વિક બજારમાં 24 ડૉલર પાસે કારોબાર જોવા મળ્યો. તો સ્થાનિક બજારમાં મામૂલી દબાણ જોવા મળ્યું.
બેઝ મેટલ્સના કારોબારની વાત કરીએ તો, LME પર એલ્યુમિનિયમ સિવાય તમામ મેટલ્સમાં દબાણ બનતુ જોવા મળી રહ્યું છે. તો સ્થાનિક બજારમાં લેડમાં મામૂલી તેજી જોવા મળી રહી છે.
ક્રૂડ ઓઈલમાં ઉપરના સ્તરેથી દબાણ બનતુ જોવા મળી રહ્યું છે. જ્યાં બ્રેન્ટની કિંમતો ફરી 80 ડૉલર નીચે આવતી જોવા મળી રહી છે. તો NYMEXની કિંમતો 74 ડૉલર નીચે પહોંચતી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે USમાં ઈન્વેટરી વધવાને કારણે ક્રૂડની કિંમતોમાં દબાણ બનતુ જોવા મળી રહ્યું છે.
નેચરલ ગેસની કિંમતોમાં ઉપરના સ્તરેથી દબાણ બનતું જોવા મળી રહ્યું છે. જ્યાં કિંમતો 1 ટકાની ઉપરના દબાણ સાથે 195 પર પહોંચતી જોવા મળી રહી છે.
એગ્રી કૉમોડિટીના કારોબાર પર નજર કરીએ તો, મસાલા પેકમાં શરૂઆતી કારોબારની તેજી પર રોક લાગતી જોવા મળી છે. જ્યાં જીરામાં તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. તો ધાણા અને હળદરમાં વેચવાલી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. તો ગુવાર પેકમાં અડધા ટકા ઉપરની તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. તો એરંડામાં મામૂલી તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. તો કપાસિયા ખોળમાં ફ્લેટ કારોબાર જોવા મળ્યો.