સોના-ચાંદીમાં નોંધાયો મોટો ઘટાડો, comex પર સોનું 1949ના સ્તરની નીચે, ચાંદીમાં પણ ફ્લેટ ટૂ નેગેટીવ કારોબાર, ડૉલર ઇન્ડેક્સ અને બોન્ડ યીલ્ડમાં ઉછાળાની જોવા મળી અસર.
ડૉલર ઇન્ડેક્સ અને બોન્ડ યીલ્ડમાં ઉછાળાના કારણે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. કોમેક્સ પર સોનું 1949ના સ્તરની નીચે પહોંચ્યા. પરંતુ હાલ પા ટકાની તેજી સાથેનો પોઝિટીવ કારોબાર દેખાઇ રહ્યો છે. સ્થાનિક બજાર પર નજર કરીએ તો ત્યાં પણ ફ્લેટ ટૂ પોઝિટીવ કારોબાર થઇ રહ્યો છે.
નજર કરીએ ચાંદી પર તો સોનાના પગલે ચાંદીમાં પણ દબાણ આવતા કોમેકસ પર ચાંદીમાં ફ્લેટ ટૂ નેગેટીવ કારોબાર કરી રહ્યું છે. પરંતુ સ્થાનિક બજારમાં ચાંદીમાં સારી એવી પા ટકાથી વધારેની તેજી જોવા મળી રહી છે.
મેટલ્સ ઉપર તો ચીન તરફથી નબળા મેન્યુફેક્ચરિંગ ડેટા જાહેર થવાના કારણે LME પર કોપરમાં ઘટાડો નોંધાયો છે. તો સથાનિક બજારમાં પણ તમામ મેટલ્સમાં લાલા નિશાનમાં કારોબાર થઇ રહ્યો છે. જ્યાં એલ્યુમિનિયમ અને ઝિંકમાં સૌથી વધારે દબાણ દેખાઇ રહ્યું છે.
ડૉલર ઇન્ડેક્સમાં મજબૂતી હોવા છતા ક્રૂડની તેજીનો ટ્રેડ યથાવત્ છે. બ્રેન્ટનો ભાવ લગભગ એક ટકાની તેજી સાથે 85.50 ડૉલરને પાર પહોંચ્યો તો નાયમેક્સ ક્રૂડમાં પણ એક ટકાની તેજી દેખાઇ રહ્યો છે. તો સ્થાનિક બજારમાં પણ અડધા ટકાની તેજી સાથેનો કારોબાર થઇ રહ્યો છે. ક્રૂડ ઓઇલના કોન્ટ્રાક્ટમાં થયેલા વધારાના કારણે પણ ભાવમાં વધારો જોવા મળ્યો છે.
આ તરફ નેચરલ ગેસમાં પણ તેજી સાથેનો કારોબાર આજે પણ યથાવત્ છે. સ્થાનિક બજારમાં ભાવ 212ને પાર નીકળ્યા.
એગ્રી કૉમોડિટીના કારોબાર પર તો, એગ્રી કૉમોડિટીઝમાં આજ દબાણ સાથેનો કારોબાર દેખાઇ રહ્યો છે. જ્યાં મસાલા પેક પર નજર કરીએ તો ફક્ત જીરામાં 3%ની શાનદાર તેજી જોવા મળી છે. તો સામે હળદર અને ધાણામાં આજે વેચવાલી થતી દેખાઇ રહી છે. નજર કરીએ ગુવાર પેકમાં પણ દબાણ સાથેનો કારોબાર આજે પણ યથાવત્ છે. પરંતુ નીચલા સ્તરેથી મામુલી રિકવરી આવતી જોવા મળી છે. તો કપાસિયા ખોળમાં લાલ નિશાનમાં કારોબાર થઇ રહ્યો છે.