સોનામાં ઉતાર-ચઢાવ સાથેનો કારોબાર યથાવત્ રહેતો દેખાયો, જ્યાં આજે કોમેક્સ પર સેફ હેવન બાઈંગનો સપોર્ટ મળતા કિંમતો 1930ના સ્તરની આસપાસ પહોંચતી દેખાઈ, તો સ્થાનિક બજારમાં 59,315ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. આ સાથે જ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ મુજબ જુલાઈમાં ગ્લોબલ ગોલ્ડ ETFમાંથી લગભગ 2.3 બિલિયન ડૉલરનો આઉટફ્લો જોવા મળ્યો છે.
ચાંદીમાં પણ રેન્જબાઉન્ડ કારોબાર રહ્યો, અહીં વૈશ્વિક બજારમાં 23 ડૉલરની પાસે પહોંચવાના પ્રયત્નો જોવા મળ્યો, જ્યારે સ્થાનિક બજારમાં 70 હજાર 400ના સ્તરની ઉપર કામકાજ દેખાઈ રહ્યો છે.
બેઝ મેટલ્સમાં શરૂઆતી નરમાશ પર બ્રેક લાગતા સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં પોઝિટીવ કારોબાર નોંધાયો, ચાઈનામાં ઓછા સ્ટોકના કારણે પણ LME પર કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે ડૉલર ઇન્ડેક્સમાં દબાણના કારણે પણ મેટલ્સની ચાલ સુધરતી દેખાઈ રહી છે.
ક્રૂડ ઓઈલ તરફથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે, જ્યાં ચાઈનાના નબળા એક્સપોર્ટ અને ઇમ્પોર્ટના આંકડાઓથી બ્રેન્ટમાં ફરી રિકવરી આવતા 86 ડૉલરની પાસે કિંમતો પહોંચતી દેખાઈ, પણ NYMEX ક્રૂડમાં 83 ડૉલરના સ્તરની નીચે કારોબાર જોવા મળી રહ્યો છે. આ સાથે જ આ વર્ષે ઓઈલની ગ્લોબલ સપ્લાય પણ ઘટે તેવા EIAના સંકેતોથી ક્રૂડની ચાલ પર અસર જોવા મળી રહી છે.
સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં ફ્લેટ ટૂ નેગેટીવ કામકાજ થતા 231ના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી દેખાઈ રહી છે.
નજર કરીએ એગ્રી કૉમોડિટીના કારોબાર પર તો, પામ ઓઈલની કિંમતો 6 સપ્તાહના નીચલા સ્તરની પાસે પહોંચતી દેખાઈ, જ્યારે મસાલા પેકમાં ફરી એકવાર રિકવરી આવરી, જેમાં જીરા, ધાણા અને હળદરમાં આશરે પા ટકાથી વધુની ખરીદદારી જોવા મળી, ગુવાર પેકમાં પણ એક ટકાથી વધુનો ઉછાળો રહ્યો, તો કપાસિયા ખોળમાં પણ અડધા ટકાથી વધુની તેજી જોવા મળી રહી છે. સાથે જ ઇસબગુલ અને મગફળીમાં પણ એક-એક ટકાની તેજી દેખાઈ.