ક્રૂડમાં વોલેટાઈલ કારોબાર, બ્રેન્ટની કિંમતો ઉપલા સ્તરેથી ઘટી તેમ છતા 88 ડૉલરની ઉપર કારોબાર. NYMEX ક્રૂડમાં પણ 85 ડૉલરની ઉપર કામકાજ રહ્યું.
ક્રૂડમાં વોલેટાઈલ કારોબાર, બ્રેન્ટની કિંમતો ઉપલા સ્તરેથી ઘટી તેમ છતા 88 ડૉલરની ઉપર કારોબાર. NYMEX ક્રૂડમાં પણ 85 ડૉલરની ઉપર કામકાજ રહ્યું.
સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં ફ્લેટ ટૂ પોઝિટીવ કામકાજ સાથે 221ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
સોનામાં ફ્લેટ કામકાજ રહ્યું, comex પર ભાવ 1936 ડૉલરના સ્તરની પાસે પહોંચ્યા, સ્થાનિક બજારમાં 59,380ના સ્તરની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે. 19 અને 20 સપ્ટેમ્બરે US ફેડની બેઠક છે, તે પહેલા વોલેટાઈલ કારોબાર જોવા મળી રહ્યો છે.
ચાંદીમાં પણ શરૂઆતી કારોબારમાં નરમાશ સાથેનો કારોબાર જોવા મળ્યો, જ્યાં વૈશ્વિક બજારમાં કિંમતો 23 ડૉલરની પાસે રહી, તો સ્થાનિક બજારમાં 73,000 રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
LME પર મેટલ્સમાં ખાસ કરીને કોપર અને એલ્યુમિનિયમમાં નરમાશ જોવા મળી, ચાઈના તરફથી રાહત પેકેજ મળવાના સંકેતોથી મેટલ્સની માગ પર કોઇ મોટી અસર નહીં જોવા મળે તેવી આશંકાઓના કારણે કોપર અને એલ્યુમિનિયમાં દબાણ બન્યું. જોકે બાકી મેટલ્સમાં રેન્જ બાઉન્ડ કારોબાર થઈ રહ્યો છે.
બેઝ મેટલ્સમાં કારોબાર
ચાઈનાના ટ્રેડ આંકડાઓ પર બજારની નજર છે. ચાઈના તરફથી માગ વધવાની આશાએ કિંમતોને સપોર્ટ છે. રિયલ એસ્ટેટને સપોર્ટ કરવા ચાઈના રાહત પેકેજ આપી શકે છે. ઘર ખરીદવા પર લગાવેલ પ્રતિબંધોમાં ચાઈના રાહત આપી શકે છે.
કપાસ થશે મોંઘું?
કપાસ MSP થી વધારે ભાવે વેચાઈ રહ્યું છે. ઉત્તર અને દક્ષિણમાં નવા પાકનું વેચાણ MSP થી વધુના ભાવે થઈ રહ્યુ છે. ICA એ પુરવઠામાં વિલંબને અને સારી ગુણવત્તાને કારણે MSPને સપોર્ટ છે. ગુલાબી ઈયળના હુમલા પછી પણ પાક સારો છે. પંજાબમાં કપાસ પર ગુલાબી ઈયળનો હુમલો થયો હતો. કપાસની દૈનિક આવક 3000 ગાંસડી છે. 15 સપ્ટેમ્બર પછી સપ્લાયમાં વધારો થવાની અપેક્ષા છે. બજારને માંગમાં ધીમે ધીમે વધારાની અપેક્ષા છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.