ક્રૂડ ઓઈલમાં ફરી એકવાર નીચલા સ્તરેથી સુધારો જોવા મળ્યો, જ્યાં બ્રેન્ટના ભાવ 90 ડૉલરની પાસે પહોંચ્યા, તો nymex ક્રૂડમાં 87 ડૉલરની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ક્રૂડ ઉત્પાદન ઘટવાની આશંકા બની રહી છે, આ સાથે જ USમાં ઓઈલ ઉત્પાદન 13.2 mbpdના રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે, જેની પણ અસર કિંમતો પર દેખાઈ રહી છે.
સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં રેન્જબાઉન્ડ કારોબાર યથાવત્ રહેતો દેખાયો છે.
ચાંદીમાં પણ રિકવરી સાથેનો કારોબાર રહ્યો જ્યાં વૈશ્વિક બજારમાં ભાવ 22 ડૉલરની ઉપર રહ્યા, તો સ્થાનિક બજારમાં 71,368ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
શરૂઆતી કારોબારમાં ડૉલર ઇન્ડેક્સમાં દબાણની અસર રહેતા LME પર મોટભાગની મેટલ્સમાં રિકવરી રહી, સ્થાનિક બજારમાં પણ રેન્જબાઉન્ડ કામકાજ જોવા મળ્યું, તો બજારની નજર હવે ચાઈના તરફથી જાહેર થનાર અર્થતંત્રના આંકડાઓ પર બનેલી છે.
નજર કરીએ એગ્રી કૉમોડિટીના કારોબાર પર તો, મસાલા પેકમાં ફરી નીચલા સ્તરેથી સારી એક્શન આવતા તમામમાં એક ટકાથી વધુની તેજી જોવા મળી રહી છે. તો ગુવાર પેક પણ સારી એક્શન દેખાડી રહ્યું છે. જ્યારે કપાસિયા ખોળમાં ઉપલા સ્તરેથી દબાણ જોવા મળી રહ્યું છે.