કમોડિટી લાઇવ: ક્રૂડ ઓઈલમાં ઉપલા સ્તરેથી ઘટાડો, સોના-ચાંદીમાં સુસ્ત કામકાજ | Moneycontrol Gujarati
Get App

કમોડિટી લાઇવ: ક્રૂડ ઓઈલમાં ઉપલા સ્તરેથી ઘટાડો, સોના-ચાંદીમાં સુસ્ત કામકાજ

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં આશરે અડધા ટકાનું દબાણ આવતા 220ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

અપડેટેડ 01:17:52 PM Jul 24, 2023 પર
Story continues below Advertisement
બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે, અહીં એલ્યુમિનિયમ, કોપર અને ઝિંકમાં દબાણ છે, પણ લેડમાં થોડો ઘણો પોઝિટીવ કારોબાર જોવા મળી રહ્યો છે.

ફેડ દ્વારા વ્યાજ દરમાં વધારાના ડરથી સોનાની કિંમતો પર દબાણ બન્યું, અહીં comex પર નાની રેન્જ સાથે 1959 ડૉલરની સ્તરની પાસે કારોબાર નોંધાયો, તો સ્થાનિક બજારમાં પણ ફ્લેટ ટૂ નેગેટીવ કામકાજ થઈ રહ્યું છે. ઉલ્લેખનિય છે કે બુધવારે US ફેડની બેઠક થવાની છે, જેમાં તેઓ વ્યાજ દર 25 બેસિસ પોઇન્ટ્સ વધારે તેવા અનુમાન બની રહ્યા છે, આ સાથે જ યુરોપિયન સેન્ટ્રલ બેન્ક અને બેન્ક ઑફ જાપાન પણ ગુરૂવારે અને શુક્રવારે પોતાના વ્યાજ દરને લઈ ઘોષણા કરશે, જે પહેલા સોનામાં સુસ્ત કામકાજ થઈ રહ્યું છે.

સોનામાં વાયદા

MCX પર સોનાની કિંમતો ₹59300 પર પહોંચી છે. MCX પર કિંમત ઘટીને ₹59178 સુધી પહોંચી હતી. COMEX પર સોનાની કિંમતો $1970 સુધી પહોંચી છે. વૈશ્વિક બજારમાં કિંમત ઘટીને $1960 સુધી પહોંચી હતી. જુલાઈમાં વ્યાજ દર ફેડ વધારી શકે. 25-26 જુલાઈએ ફેડની બેઠક યોજાશે. 27 જુલાઈએ ECB દર વધારી શકે છે. 3 ઓગસ્ટે BoE વ્યાજ દર વધારી શકે છે. રશિયાથી ઓછી સપ્લાયના કારણે કિંમતોમાં વધારો છે. મોસ્કો ત્રીજા ક્વાર્ટરમાં નિકાસ ઘટાડશે. મોસ્કો 2.1 મિલિયન ટન સુધીનો કાપ મૂકશે.


ગત સપ્તાહની તેજી બાદ આજે ચાંદીમાં ઉપલા સ્તરેથી દબાણ આવતા વૈશ્વિક બજારમાં કિંમતો 25 ડૉલરની નીચે રહી, તો સ્થાનિક બજારમાં પણ આશરે પા ટકાથી વધુનો ઘટાડો દેખાઈ રહ્યો છે.

બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે, અહીં એલ્યુમિનિયમ, કોપર અને ઝિંકમાં દબાણ છે, પણ લેડમાં થોડો ઘણો પોઝિટીવ કારોબાર જોવા મળી રહ્યો છે. આ સાથે જ ચાઈનીઝ સરકાર ઓટો મોબાઈના કન્ઝમ્પ્શન અને ઇલેક્ટ્રીક આઈટમોને વધુ બૂસ્ટ આપે તેવી આશાએ વૈશ્વિક બજારમાં મેટલ્સની કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.

મજબૂત ડૉલર અને ફેડ દ્વારા વ્યાજ દરમાં વધારાના ડરથી ક્રૂડની કિંમતો પર દબાણ બની રહ્યું છે. અહીં NYMEX ક્રૂડમાં 77 ડૉલરના સ્તરની નીચે કારોબાર રહ્યો, તો બ્રેન્ટના ભાવ 81 ડૉલરની નીચે પહોંચતા દેખાઈ રહ્યા છે. આ સાથે જ ગત સપ્તાહે આવેલી સારી તેજીના કારણે આજે ક્રૂડમાં નફાવસુલીનું દબાણ પણ બની રહ્યું છે.

ક્રૂડ ઓઈલમાં કારોબાર

શુક્રવારે 12 સપ્તાહના ઉપલા સ્તર બનાવ્યા બાદ દબાણ છે. US ફેડની બેઠક પહેલા US ડૉલરમાં મજબૂતી છે. UAE ઓઈલ માર્કેટને સપોર્ટ કરવા વધુ એક્શન લઈ શકે. ચાઈના રાહત પેકેજની ધોષણા કરી શકે.

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં આશરે અડધા ટકાનું દબાણ આવતા 220ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

નજર કરીએ એગ્રી કૉમોડિટીના કારોબાર પર તો, ગુવાર પેકમાં આજે ફરી એક ટકાથી વધુની તેજી જોવા મળી રહી છે. જ્યારે મસાલા પેકમાં હળદરમાં ઉપલા સ્તરેથી દબાણ બન્યું, પણ જીરા અને ધાણામાં તેજીનો ટ્રેન્ડ હજી પણ આગળ વધતો દેખાઈ રહ્યો છે. જ્યારે કપાસિયા ખોળમાં લગભગ દોઢ ટકાથી વધુની નરમાશ રહી, તો ઈસબગુલમાં દોઢ ટકાથી વધુની તેજી જોવા મળી રહી છે.

ગુવારમાં તેજી

NCDEX પર 5 મહિનાની ઉંચાઈ પર કિંમતો વધી છે. ₹12584 સુધી ગુવારગમનો ઓગસ્ટ વાયદો પહોંચ્યો. ગુવારસીડનો ઓગસ્ટ વાયદો ₹6090 સુધી પહોંચ્યો. 7 મહિનાના ઘટાડા બાદ ગુવારગમાં તેજી છે. 7 મહિનામાં 17%થી વધારે ઘટી ગુવારગમની કિંમતો છે. જુલાઈમાં 15%થી વધારે વધી ગુવારગમની કિંમતો છે. જુલાઈમાં લગભગ 10% વધ્યા ગુવારસીડના ભાવ છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jul 24, 2023 1:17 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.