કઠોળની મોંઘવારીને અટકાવવા માટે સરકાર એક્શનમાં આવી છે. જ્યાં સરકારે સ્ટેક હોલ્ડરો સાથે એક બેઠક યોજી હતી જેમાં કિંમતો ઘટાડવા સાથે સ્ટોકની માહિતી પર ચર્ચા કરવામાં આવી હતી.
સોનામાં સેફ હેવન બાઈગ યથાવત્ જોવા મળી રહી છે. જ્યાં COMEX પર સોનું 2041 ડૉલર પાસે કારોબાર કરતુ જોવા મળ્યું. સ્થાનિક બજારમાં ફ્લેટ કારોબાર જોવા મળ્યો. ઉલ્લેખનીય છે કે નબળા ડૉલર ઈન્ડેક્સ અને ભૌગોલિક તણાવને કારણે સોનાની કિંમતોને સપોર્ટ મળતો જોવા મળી રહ્યો છે. તો આ સાથે લાંબા સમય સુધી US રેક ન થવાને કારણે સોનામાં સેફ હેવન બાઈગ વધતુ જોવા મળી રહ્યું છે.
સોનાના પગલે ચાંદીમાં પણ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે જ્યાં COMEX પર ચાંદીની કિંમતો 23 ડૉલર પાસે જોવા મળી રહી છે. તો સ્થાનિક બજારમાં પણ ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યો છે.
બેઝ મેટલ્સમાં નીચેના સ્તરેથી રિકવરી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં LME પર નબળ ડૉલર ઈન્ડેક્સથી કોપરની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે. તો સ્થાનિક બજારમાં પણ તેજી સાથેનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ચીનમાં રેટ થવાની આશાએ અને જાપનમાં આર્થિર વિકાસની ધીમી ગતિએ બેઝ મેટલ્સની કિંમતોને સપોર્ટ મળતો જોવા મળ્યો છે.
ક્રૂડમાં ઓઈલની કિંમતોમાં રાતોરાત 1.5%નો વધારો થતો જોવા મળ્યો. જ્યાં બ્રેન્ટની કિંમતો 83 ડૉલર પાસે જોવા મળી. તો US આઉટપુટ કટની ચિંતાએ NYMEXમાં પણ ખરીદારી આવતી જોવા મળી. તો સ્થાનિક બજારમાં ફ્લેટ ટુ નેગેટિવક કામકાજ જોવા મળ્યું. વાસ્તવમાં યુએસ ક્રૂડ ઇન્વેન્ટરીઝ +4.3 મીટર બેરલ કરી હોવાથી ક્રૂડની કિંમતોને સપોર્ટ મળતો જોવા મળ્યો.
સ્થાનિક બજારમાં 7 ટકાની તેજી સાથે કિંમતો 141 પાસે પહોંચતી જોવા મળી.
કઠોળની મોંઘવારીને અટકાવવા માટે સરકાર એક્શનમાં આવી છે. જ્યાં સરકારે સ્ટેક હોલ્ડરો સાથે એક બેઠક યોજી હતી જેમાં કિંમતો ઘટાડવા સાથે સ્ટોકની માહિતી પર ચર્ચા કરવામાં આવી હતી. તો સાથે મળતી માહિતી પ્રમાણે સરકાર તુવેર દાળમાં પ્રાઈસ કેપમાં લગાવી શકે છે.
દાળને નહિં લાગે મોંઘવારી
સરકારે તમામ સ્ટેક હોલ્ડરો સાથે બેઠક કરી. બેઠકમાં સરકારે કઠોળના સ્ટોક વિશે માહિતી આપી. કઠોળના વધતા ભાવને અંકુશમાં લેવા પર ચર્ચા છે.
કઠોળ પર સરકારનું એક્સન
વેપારીઓને જમાખોરીથી દૂર રહેવાની સલાહ છે. નીચા ભાવે આયાત કરવાની કોશિશ શરૂ કરશે.
તુવેર પર કડકાઈ વધશે?
સૂત્રોના મુજબ સરકાર તુવેરની આયાત પર પ્રાઈસ કેપ લાગી શકે. તુવેરની આયાત પર $1000ની પ્રાઇસ કેપ લગાવી શકે. સરકાર ઓછા ભાવે તુવેરની આયાત કરવા માંગે છે. સરકારને વિદેશી એક્સપોર્ટસની સંગ્રહખોરીની શંકા છે. પ્રાઇસ કેપ લગાવવાના કારણે તુવેરના ભાવમાં ઘટાડો થવાની આશા છે.