હમાસ-ઇઝરાઈલ યુદ્ધના કારણે ક્રૂડની કિંમતોમાં ફરી આવી રિકવરી, બ્રેન્ટના ભાવ 88 ડૉલરની પાસે પહોંચ્યા, રાતોરાત કિંમતોમાં જોવા મળ્યો આશરે 4%નો ઉછાળો.
ક્રૂડ ઓઈલમાં નીચલા સ્તરેથી ફરી સુધારો આવતા બ્રન્ટમાં 3 ટકાથી વધુની તેજી સાથે 87 ડૉલરની ઉપર અને nymex ક્રૂડમાં 86 ડૉલરની ઉપર કારોબાર જોવા મળ્યો, જ્યારે સ્થાનિક બજારમાં પણ લગભગ 4 ટકાની મજબૂતી જોવા મળી રહી છે. ઉલ્લેખનિય છે કે મિડલ ઇસ્ટમાં તણાવ વધતતા કિંમતો પર અસર દેખાઈ રહી છે.
ક્રૂડની કિંમતોમાં 5%થી વધુનો ઉછાળો નોંધાયો. બ્રેન્ટનો ભાવ $89ની ઉપર પહોંચ્યો. WTIમાં $87ની ઉપર કારોબાર નોંધાયો. ઇઝરાઈલમાં વધતા તણાવથી કિંમતોમાં ઉછાળો જોવા મળ્યો. બજારને કિંમતોમાં વધુ તેજી આવવાની આશા છે.
ઇઝરાઈલ-હમાસ યુદ્ધની અસર
ઇઝરાયેલ પાસે 3 લાખ bpdની ક્ષમતા ધરાવતી 2 ઓઇલ રિફાઇનરીઓ છે. પેલેસ્ટાઈન તેલનું ઉત્પાદન નથી કરતું.
નેચરલ ગેસમાં પણ પોઝિટીવ કારોબાર સાથે સ્થાનિક બજારમાં આશરે 3 ટકાથી વધુની તેજી સાથે 286ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
વૈશ્વિક તણાવ વધતા સોનામાં સેફ હેવન બાઈંગ વધી હોય તેવું લાગી રહ્યું છે..ગત સપ્તાહના ઘટાડા બાદ આજે સોનામાં ફરી પોઝિટીવ ટ્રેન્ડ સાથે શરૂઆત થઈ જ્યાં, comex પર ભાવ 1852ના સ્તરની ઉપર કારોબાર રહ્યો, તો સ્થાનિક બજારમાં પણ 1 ટકાથી વધુની મજબૂતી જોવા મળી રહી છે. આ સાથે જ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ મુજબ ઓગસ્ટ મહિનામાં RBIની ગોલ્ડ હોલ્ડિંગ 1.9 ટનથી વધીને 799.6 ટન પર પહોંચતી દેખાઈ.
સોનાને પગલે ચાંદીમાં પણ રિકવરી આવતા વૈશ્વિક બજારમાં ભાવ 21 ડૉલરની ઉપર પહોંચતા દેખાયા, તો સ્થાનિક બજારમાં પણ એક ટકાથી વધુની તેજી જોવા મળી રહી છે.
ચાઈના તરફથી માગ વધવાના કારણે lme પર મેટલ્સની કિંમતોમાં સુધારો જોવા મળ્યો, તો સ્થાનિક બજારમાં પણ શરૂઆતી કારોબારમાં મોટાભાગની મેટલ્સમાં પોઝિટીવ કામકાજ રહ્યું, ગ્રીન ઇકોનોમિને પ્રોત્સાહન આપવા ચાઈના તરફથી કોપરની માગમાં વધારો નોંધાયો છે.
નજર કરીએ એગ્રી કૉમોડિટીના કારોબાર પર તો, ગુવાર પેકમાં ફરી દબાણ આવતા ગુવારગમમાં 1 ટકા તો, ગુવારસીડમાં અડધા ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો, તો સમાસા પેકમાં પણ ફ્લેટ ટૂ નેગેટીવ કામકાજ રહ્યું, સાથે જ કપસિયા ખોળમાં પણ નાની રેન્જમાં કારોબાર થઈ રહ્યો છે.