કૉટન પર ફોકસ, ચાઈનાનો કૉટન વાયદો 2 મહિનામાં 16% ઘટ્યા બાદ નીચલા સ્તરેથી 1 ટકા વધ્યો
ચાઈના તરફથી નબળા આર્થિક આંકડાઓના કારણે સોનાની ચમક ઉપલા સ્તરેથી મામુલી ઘટી, પણ તેમ છતા comex પર ભાવ 2000 ડૉલરના સ્તરની ઉપર યથાવત્ છે, તો સ્થાનિક બજારમાં 62,594ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળ્યો. આવતા વર્ષ માટે us ફેડ વ્યાજ દરમાં કાપ કરે તેવી આશાએ વૈશ્વિક બજારમાં સોનાની કિંમતો 7 મહિનાના ઉપલા સ્તરની પાસે પહોંચતી જોવા મળી.
વૈશ્વિક બજારમાં કિંમતો 7 મહિનાના ઉપલા સ્તરે પહોંચી. US ડૉલરમાં દબાણ અને ફેડના અનિશ્ચિત સંકેતોનો સપોર્ટ મળ્યો. આવતા વર્ષે ફેડ વ્યાજ દરમાં કાપ કરે તેની બજારને આશા છે. ભારતમાં સોનાની કિંમતો ઓલ ટાઈમ હાઈના સ્તરે પહોંચી. ભારતમાં કિંમતો 62,800 રુપિયા/ગ્રામના સ્તરે પહોંચી.
ચાંદીમાં પણ ગઈકાલના ઉપલા સ્તરેથી દબાણ આવતા વૈશ્વિક બજારમાં ભાવ 25 ડૉલરની નીચે આવ્યા, તો સ્થાનિક બજારમાં 75,790ના સ્તરની આસપાસ કારોબાર થઈ રહ્યો છે.
RBI દ્વારા રજૂ કરવામાં આવતા સૉવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમની પહેલી સ્કીમ આજે મેચ્યોર થશે, વર્ષ 2015માં નવેમ્બર મહિનામાં SGBની પહેલી સ્કીમ રજૂ કરવામાં આવી હતી, અને આજે 8 વર્ષ બાદ આ સ્કીમની મેચ્યોરિટી થશે, જેમાં રોકાણકારોએ પોતાની રકમ બમણી કરી છે...અને સાથે જ આકર્ષક વળતર મેળવ્યા છે. આ મુદ્દે વધુ ચર્ચા કરીએ, આપણી સાથે જોડાઈ ગયા છે.
ચાઈના તરફથી નબળા આંકડાઓની અસર મેટલ્સની ચાલ પર રહેતા, સ્થાનિક બજારમાં તમામ મેટલ્સમાં સુસ્ત કારોબાર જોવા મળ્યો, જ્યારે LME પર ડૉલરમાં નરમાશ અને પેરૂમાં સપ્લાયની ચિંતાથી થોડો સપોર્ટ કોપરની કિંમતોને મળી રહ્યો છે.
OPEC+ની બેઠક પહેલા ક્રૂડમાં તેજી જોવા મળી, જ્યાં બ્રેન્ટમાં 83 ડૉલરના સ્તરની પાસે કારોબાર નોંધાયો, જોકે ચાઈનાના મેન્યુફેક્ચરિંગ પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સમાં ઘટાડાના કારણે NYMEX ક્રૂડમાં દબાણ સાથે કિંમતો 78 ડૉલરની નીચે આવી, પણ OPEC તરફથી પ્રોડક્શન કાપ પર ચર્ચાની વચ્ચે બ્લેક સીમાં વાવાઝોડાથી સપ્લાય વિક્ષેપની ચિંતાની અસર ક્રૂડની કિંમતો પર દેખાઈ રહી છે.
શરૂઆતી કારોબારમાં નેચરલ ગેસમાં અડધા ટકાથી વધુના દબાણ સાથે 234ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.