બેઝ મેટલ્સમાં રેજ બાઉન્ડ કારોબાર જોવા મળ્યો. જ્યાં LME પર કોપરની કિંમતોમાં તેજી જોવા મળી ઉલ્લેખનીય છે કે કોબરે પનામા માઈન્સ બંધ કરવાના સમાચાર અને ચાઈનાના મજબૂત ઇમ્પોર્ટ આંકડાઓના કારણે કોપરની કિંમતોને સપોર્ટ મળતો જોવા મળ્યો.
US અર્થતંત્રના આંકડા પહેલા સોના-ચાંદીમાં સુસ્ત કારોબાર, COMEX પર સોનું 2026 ડૉલરની પાસે રહ્યું, જોકે ચાંદીમાં 23 ડૉલરની નીચે કારોબાર યથાવત્.
સોનાની કિંમતોમાં સુસ્તો માહોલ જોવા મળ્યો. જ્યાં comex પર સોનાની કિંમતો 2028 ડૉલર પાસે જોવા મળી તો સ્થાનિક બજારમાં મામૂલી તેજી સાથે કિંમતો 62000 રૂપિયાની પાસે કારોબાર કરતી જોવા મળી. ઉલ્લેખનીય છે કે US અર્થતંત્રના આંકડા પહેલા સોનાની કિંમતોમાં સ્થિરતા જોવા મળી.
સોનાને પગલે ચાંદીમાં પણ સુસ્તી સાથેનો કારોબાર જોવા મળ્યો...જ્યાં વૈશ્વક બજારમાં 22 ડૉલર આસપાસ કારોબાર જોવા મળ્યો. તો સ્થાનિક બાજારમાં પણ ફ્લેટ કામકાજ જોવા મળ્યું.
બેઝ મેટલ્સમાં રેજ બાઉન્ડ કારોબાર જોવા મળ્યો. જ્યાં LME પર કોપરની કિંમતોમાં તેજી જોવા મળી ઉલ્લેખનીય છે કે કોબરે પનામા માઈન્સ બંધ કરવાના સમાચાર અને ચાઈનાના મજબૂત ઇમ્પોર્ટ આંકડાઓના કારણે કોપરની કિંમતોને સપોર્ટ મળતો જોવા મળ્યો. ત્યારે સ્થાનિક બજારમાં પણ કોપર અને ઝિંકમાં તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. એલ્યુમિનિમય અને લેડમાં મામૂલી નરમાશ સાથેનો કારોબાર જોવા મળ્યો.
ક્રૂડ ઓઈલની ગઈકાલની તેજી પર રોકા લાગતી જોવા મળી રહી છે. જ્યાં બ્રેન્ટની કિંમતોમાં મામૂલી નરમાશ સાથે 79 ડૉલર પાસે પહોંચતી જોવા મળી રહી છે. તો માગની ચિંતાને લઈ NYMEX ક્રૂડમાં પણ દબાણ બનતું જોવા મળી રહ્યું છે. તો સ્થાનિક બજારમાં એક ટકાનું દબાણ બનતુ જોવા મળી રહ્યું છે.
નેચરલ ગેસમાં પણ વેચવાલી સાથેનો કારોબાર જોવા મળ્યો. જ્યાં સ્થાનિક બજારમાં મામૂલી દબાણ સાથે કિંમતો 179 પર કોરાબાર કરતી જોવા મળી.
એગ્રી કૉમોડિટીના કારોબાર પર નજર કરીએ તો, મસાલા પેકમાં સારુ એક્શન જોવા મળ્યું. જ્યાં હળદરમાં એક ટકા ઉપર તો ધાણામાં એક ટકા અને જીરામા અડધા ટકાની તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. ઉલ્લેખનીય છે કે જીરામાં સતત બે મહિનાથી વેચવાલી જોવા મળી રહી છે. જે બાદ રીકવરીનો કારોબાર જોવા મળી રહ્યો છે. ત્યારે ગુવાર પેકમાં મામૂલી વેચવાલી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. તો કપાસિયા ખોળમાં બે ટકા ઉપરનુ દબાણ જોવા મળી રહ્યું છે.