ક્રૂડ ઓઈલમાં ફરી નીચેના સ્તરેથી રિકવરી આવતી જોવા મળી. ક્રૂડની કિંમતોમાં રાતોરાત લગભગ 1%નો વધારો થતો જોવા મળ્યો. જ્યાં બ્રેન્ટની કિંમતો 74 ડૉલરને પાર જતી જોવા મળી. તો NYMEXમાં પા ટકાની તેજી જોવા મળી. તો સ્થાનિક બજારમાં અડધા ટકાની તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો.
ફેડના આઉટ કમ બાદ નેચરલ ગેસમાં પણ રાતો રાત 3%ની તેજી આવતી જોવા મળી હતી. તો સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો 197ને પાર જતી જોવા મળી.
સોનાના પગલે ચાંદીમાં પણ તેજી જોવા મળી. વૈશ્વિક બજારમાં કિંમતો 23 ડૉલરને પાર જતી જોવા મળી. તો સ્થાનિક બજારમાં કિંતમો પોણા ચાર ટકાની તેજી આવતી જોવા મળી.
બેઝ મેટલ્સ પર ચર્ચા કરીએ તો, lme પર કોપરમાં તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. તો સ્થાનિક બજારમાં લગભગ તમામ મેટલ્સમાં ખરીદી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે નબળા ડૉલર ઈન્ડેક્સ અને બોન્ડ યીલ્ડથી મેટલ્સની કિંમતોને સપોર્ટ મળતો જોવા મળી રહ્યો છે.
એગ્રી કૉમોડિટીમાં પણ તેજીનો ટ્રેન્ડ જોવા મળ્યો જ્યાં મસાલા પેકની તેજી યથાવત્ જોવા મળી તો ગુવાર પેકમાં નીચેના સ્તરેથી રિકવરી સાથેનો કારોબાર જોવા મળ્યો. તો આ સાથે એરંડા મામૂલી તેજી સાથે કારોબાર જોવા મળ્યો. તો કપાસિયા ખોળમાં પણ પા ટકાની તેજી જોવા મળી.