કમોડિટી લાઇવ: બેઝ મેટલ્સમાં રહી વોલેટાલિટી, ચાઈના દ્વારા વ્યાજ દરમાં કાપથી માર્કેટ નિરાશ, પણ ઘટતી ઇન્વેન્ટરી અને ડૉલર ઇન્ડેક્સમાં દબાણથી કિંમતોને મળી રહ્યો છે સપોર્ટ.
કમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં પણ રેન્જબાઉન્ડ કારોબાર, COMEX પર સોનું 5 મહિનાના નીચલા સ્તરની પાસે, ચાંદીમાં પણ ઘટાડો, US ટ્રેઝરી યીલ્ડ વધતા ચમક ઘટી.
સોનામાં આશરે 5 મહિનાના નીચલા સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો, US ટ્રેઝરી યીલ્ડમાં ઉછાળો આવતા સોનાની કિંમતો પર દબાણ બન્યું, જ્યાં COMEX પર ભાવ 1900 ડૉલરના સ્તરની નીચે યથાવત્ છે, તો સ્થાનિક બજારમાં 58,517ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. આ સાથે જ ગ્લોબલ ETF ડિમાન્ડ નબળી પડતા પણ સોનાની કિંમતો પર અસર દેખાઈ રહી છે.
સોનાને પગલે ચાંદીમાં પણ નરમાશ દેખાઈ રહી છે, જ્યાં વૈશ્વિક અને સ્થાનિક બન્ને બજારોમાં નરમાશ સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.
ઓછી ઇન્વેન્ટરી અને ડૉલરમાં નરમાશના કારણે LME પર કોપરમાં રિકવરી જોવા મળી, તો સ્થાનિક બજારમાં મોટાભાગની મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો આજે પણ જોવા મળ્યા, ઉલ્લેખનિય છે કે ચાઈના દ્વારા વ્યાજ દરમાં કાપથી માર્કેટ હાલ નિરાશ દેખાઈ રહ્યું છે, જેની અસર પણ મેટલ્સની કિંમતો પર દેખાઈ રહી છે. પણ સાથે ડૉલર ઇન્ડેક્સમાં આવેલી વેચવાલીનો સપોર્ટ પણ મળી રહ્યો છે.
ચાઈના દ્વારા વ્યાજ દરમા કાપથી માર્કેટ નિરાશ. ચાઈનાએ 1 વર્ષના પ્રાઈમ લોન દરમાં 10bpsનો કાપ કર્યો. બજારને 1 વર્ષના પ્રાઈમ લોન દરમાં 15 bpsના કાપની અપેક્ષા હતી. નબળો ચાઈનીઝ ઇમ્પોર્ટ અને રીયલ એસ્ટેટ સેક્ટરની ઘટતી માગની અસર છે. કોપરની ઇન્વેન્ટરી 12 જુલાઈ બાદથી 76% વધારે છે. છેલ્લા એક મહિનામાં ઝિંકની ઇન્વેન્ટરીમાં 50%નો વધારો નોંધાયો. ફેબ્રુઆરી 2022 બાદથી ઝિંકની ઇન્વેન્ટરી સૌથી ઉપલા સ્તરે રહી. ઝિંકની કિંમતો 2023ના ઉપલા સ્તરેથી 24% ઘટી. મે મહિનામાં ઝિંકની કિંમતોએ આશરે 3 વર્ષના લો બનાવ્યા હતા. YoY ધોરણે ઝિંકનું ગ્લોબલ રિફાઇન્ડ ઉત્પાદન 2.3% વધુ છે. છેલ્લા એક સપ્તાહમાં ઝિંકની કિંમતો 1% ઘટી. ઓગસ્ટમાં હાલ સુધી ઝિંકની કિંમતોમાં 4%નો ઘટાડો જોવા મળ્યો.
ચાઈના તરફથી માગ નબળી પડવાની આશંકાએ ક્રૂડ ઓઈલમાં દબાણ બન્યું છે, જ્યાં બ્રેન્ટમાં ફરી કિંમતો 85 ડૉલરની નીચે આવતી દેખાઈ, તો NYMEX ક્રૂડમાં પણ એકદમ ફ્લેટ કારોબાર થઈ રહ્યો છે, જોકે સ્થાનિક બજારમાં પણ નેગેટીવ સંકેતો બની રહ્યા છે. ઉલ્લેખનિય છે કે ગત સપ્તાહે ક્રૂડની કિંમતો આશરે 2% તૂટતી દેખાઈ હતી, આ સાથે જ MoM ધોરણે જુલાઈમાં સાઉદીનો ચાઈનાને થતો ઓઈલ એક્સપોર્ટ 31% ઘટ્યો છે.
ગઈકાલની સારી તેજી બાદ આજે ફરી સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે અડધા ટકા તૂટી 217ના સ્તરની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે.
નજર કરીએ એગ્રી કૉમોડિટીના કારોબાર પર તો, ગઈકાલની નરમાશ બાદ ગુવાર પેકમાં ફરી રિકવરી જોવા મળી રહી છે, ગુવારસીડમાં સૌથી વધુ 1 ટકા જેટલી મજબૂતી જોવા મળી, તો મસાલા પેક તરફથી મિશ્ર સંકેતો છે, જ્યાં ધાણા અને હળદરમાં તેજી છે, પણ જીરામાં નરમાશ દેખાઈ, તો સાથે જ કપાસિયા ખોળમાં પણ એક ટકાથી વધુનો ઘટાડો નોંધાયો, જ્યારે એરંડામાં ફ્લેટ ટૂ પોઝિટીવ કામકાજ થઈ રહ્યું છે.
MCX પર કિંમતોમાં સતત છઠ્ઠા દિવસે તેજી યથાવત્ છે. MCX પર 1047 રૂપિયા સુધી ઓગસ્ટ વાયદો પહોંચ્યો. સ્થાનિક બજારમાં 1060 રૂપિયાની ઉપર નીકળ્યો સપ્ટેમ્બર વાયદો. ઓગસ્ટમાં હાલ સુધી લગભગ 20% કિંમતો વધી. 2023-24માં ઉત્પાદન 23% ઘટી શકે છે. ઉત્પાદનમાં ઘટાડાથી કિંમતોમાં આવ્યો ઉછાળો. ઠંડીને જોતા માગ વધવાથી પણ કિંમતોમાં તેજી યથાવત્ છે.