સોનાની ચમકમાં વધારો, કિંમતો વધીને 6 મહિનાના ઉપલા સ્તરે પહોંચી, COMEX પર ભાવ આજે પણ 2000 ડૉલરના સ્તરની ઉપર યથાવત્, ડૉલરમાં આવેલી નરમાશના કારણે કિંમતો વધી. ચાંદીમાં પણ પોઝિટીવ કારોબાર.
ઓક્ટોબરમાં સોયાબીન ક્રશિંગ 21% વધી 1.15 મિલિયન ટન રહ્યું, સોયાબીન પ્રોસેરર્સ અસોસિએશન ઓફ ઇન્ડિયાએ આપી માહિતી.
ડૉલર ઇન્ડેક્સ અને ટ્રેઝરી યીલ્ડમાં ઘટાડાના કારણે સોનાની ચમક વધતા COMEX પર સોનું 6 મહિનાના ઉપલા સ્તરની પાસે પહોંચ્યું, જ્યાં શરૂઆતી કારોબારમાં 2046ના સ્તરની ઉપર કારોબાર નોંધાયો, તો સ્થાનિક બજારમાં 62,385ના સ્તરની આસપાસ કિંમતો પહોંચી હતી. આ સાથે જ ડિસેમ્બરમાં ફેડ વ્યાજ દરમાં વધારો નહીં કરે તેવા સંકેતોના કારણે પણ સોનાને સપોર્ટ મળી રહ્યો છે.
ભારતમાં કિંમતો ઓલ ટાઈમ હાઈના સ્તરે પહોંચી. સ્થાનિક બજારમાં સોનાના ભાવ ₹62,800/10 gm પર પહોંચ્યા. વેલ્થ ફંડસ, ગ્લોબલ સેન્ટ્રલ બેન્ક અને ETFs તરફથી ખરીદીનો સપોર્ટ છે. ભારતમાં લગ્ન સિઝનના કારણે સ્થાનિક માગ વધી. 12 દિવસમાં વૈશ્વિક બજારમાં સોનાની કિંમતો 90 ડૉલર વધી.
સોના-ચાંદીમાં કારોબાર
નવેમ્બરમાં સૌથી સારૂ પ્રદર્શન જોવા મળ્યું. સોનાની કિંમતો 7 મહિનાના ઉપલા સ્તરે પહોંચી. COMEX પર ભાવ $2,030/oz ના સ્તરની પાસે છે. ચાંદીમાં પણ કિંમતો 4 મહિનાના ઉપલા સ્તરની પાસે છે.
ચાંદીમાં પણ ઉછાળો આવતા, શરૂઆતી કારોબારમાં વૈશ્વિક બજારમાં ચાંદી 25 ડૉલરની ઉપર પહોંચતી દેખાઈ, તો સ્થાનિક બજારમાં 75,299ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
LME પર કોપરની કિંમતોમાં નરમાશ જોવા મળી, વાસ્તવમાં ચાઈનાના ઇન્ડસ્ટ્રીયલ પ્રોફિટના નબળાં આંકડાઓના કારણે કોપરની કિંમતો પર દબાણ બન્યું, જ્યારે સ્થાનિક બજારમાં તમામ મેટલ્સમાં સુસ્ત કરોબાર યથાવત્ છે.
નબળા ડૉલર અને સપ્લાઈની ચિંતાનો સપોર્ટ મળતા ક્રૂડમાં નીચલા સ્તરેથી રિકવરી આવી, જ્યાં બ્રેન્ટના ભાવ 82 ડૉલરની પાસે પહોંચતા દેખાયા, તો NYMEX ક્રૂડમાં 76 ડૉલરની ઉપર કારોબાર જોવા મળ્યો. વાસ્તવમાં તીવ્ર વાવાઝોડાના કારણે બ્લેક સી પ્રદેશમાં કઝાકિસ્તાન અને રશિયામાંથી તેલની નિકાસમાં પ્રતિ દિવસ 2 મિલિયન બેરલ સુધી વિક્ષેપ પાડ્યો છે, જેની અસર કિંમતો પર દેખાઈ રહી છે.
OPECની બેઠક પહેલા ક્રૂડની કિંમતોમાં તેજી છે. સાઉદી અરેબિયા, રશિયા સ્વૈચ્છિક સપ્લાય કાપને 2024 સુધી લંબાવી શકે છે. બ્લેક સીમાં વાવાઝોડાના કારણે રશિયા અને કઝાકિસ્તાન તરફથી એક્સપોર્ટ ઘટી શકે છે. US 2024-25માં પેટ્રોલિયમ રિઝર્વ માટે 5m bbl ઓઈલ ખરીદશે.
સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં ઘટાડો આવતા કિંમતો 233ના સ્તરની આસપાસ પહોંચતી જોવા મળી.
એગ્રી કૉમોડિટી પર નજર કરીએ તો, મસાલા પેકમાં તેજીનો તડકો લાગતા જીરા અને ધાણામાં પોઝિટીવ ટ્રેન્ડ જોવા મળ્યા, જ્યાં લગભગ એક ટકાની આસપાસની ખરીદી જોવા મળી, પણ હળદરમાં ઉપલા સ્તરેથી નફાવસુલીનું દબાણ બન્યું, તો ગુવાર પેકમાં પા ટકાથી વધુની ખરીદદારી જોવા મળી, પણ કપાસિયા ખોળમાં ફ્લેટ ટૂ નેગેટીવ કારોબાર થઈ રહ્યો છે.
મસાલા પેકમાં કારોબાર
NCDEX પર મસાલા પેકમાં તેજી છે. ધાણામાં સતત ત્રીજા સપ્તાહે તેજી યથાવત્ છે. ધાણાનો ડિસેમ્બર વાયદો 8400 રૂપિયાની નજીક પહોંચ્યો. નવેમ્બરમાં હાલ સુધી 15%થી વધારે વધી ધાણાની કિંમતો. સતત બીજા સપ્તાહે જીરામાં તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. જીરાનો ડિસેમ્બર વાયદો 46000 રૂપિયા સુધી પહોંચ્યો. નવેમ્બરમાં હાલ સુધી 5%થી વધારે જીરાની કિંમતો વધી. સતત બીજા સપ્તાહે હળદરમાં પણ તેજી યથાવત્ રહી. હળદરનો ડિસેમ્બર વાયદો 13200 રૂપિયાને પાર પહોંચ્યો.