સૉવરેન ગોલ્ડ બૉન્ડ 2023-24ની ત્રીજી સિરીઝ આજથી સબ્સિક્રિપ્શન માટે ખુલશે. જેની ઈશ્યૂ પ્રાઈસ લગભગ 6200 રૂપિયા પ્રતિ ગ્રામ હશે.
સૉવરેન ગોલ્ડ બૉન્ડ 2023-24ની ત્રીજી સિરીઝ આજથી સબ્સિક્રિપ્શન માટે ખુલશે. જેની ઈશ્યૂ પ્રાઈસ લગભગ 6200 રૂપિયા પ્રતિ ગ્રામ હશે.
સોના-ચાંદીના કારોબારની વાત કરી લઈએ તો સોનામાં ફ્લેટ કારોબાર જોવા મળ્યો. જ્યાં કોમેક્સ પર 2000 ડૉલર ને પાર કિંમતો યથાવત્ જોવા મળી સ્થાનિક બજારમાં પા ટકાની નરમાશ આવતી જોવા મળી. જ્યાંરે ચાંદીમાં કોમેક્સ પર પા ટકાની તેજી સાથે કિંમતો 24 ડૉલર ને પાર જોવા મળી. તો સ્થાનિક બજારમાં ફ્લેટ કારોબાર જોવા મળ્યો.
બેઝ મેટલ્સની વાત કરીએ તો, ઈનવેન્ટરી વધવાને કારણે બેઝ મેટલ્સમાં દબાણ બનતુ જોવા મળી રહ્યું છે જ્યાં સ્થાનિક બજારમાં તમામ મેટલ્સનો કારોબાર ફ્લેટીસ જોવા મળ્યો. તો LME પર ઝિંકમાં પા ટકાનું દબાણ તો બાકી તમામ મેટલ્સમાં પા ટકાની તેજી જોવા મળી.
ક્રૂડ ઓઈલમાં તીજી સાથેનો કારોબાર જોવા મળ્યો. જ્યાં બ્રેન્ટની કિંમતો 76 ડૉલરને પાર જતી જોવા મળી. તો લાલ સમુદ્રમાંથી સ્ટોકની ચિંતાને કારણે nymex ક્રૂડમાં તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. તો સ્થાનિક બજારમાં મામૂલી તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.