સ્થાનિક બજારમાં નેચરલગેસમાં 3 ટકાની તેજી સાથે કિંમતો 137 આસપાસ પહોંચતી જોવા મળી રહી છે.
સોનાની કિંમતોમાં ઉપરના સ્તરેથી દબાણ બનતુ જોવા મળી રહ્યું છે. જ્યાં COMEX પર સોનાની કિંમતો 2032 ડૉલર આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. તો સ્થાનિક બજારમા પણ નેગેટિવ કામકાજ જોવા મળ્યું. ઉલ્લેખનીય છે તે US રેટ કટ થવાની આશાએ સોનાની કિંમતો પર દબાણ બની રહ્યું છે.
ડૉલર ઇન્ડેક્સ 104 ની નજીક છે. બજારની ફેડ અધિકારીઓના ભાષણો પર નજર રહશે. ફેડના 10 અધિકારીઓ આ અઠવાડિયે ભાષણ આપશે. બજારની નજર US મોંઘવારી આંકડા પર રહેશે. US મોંઘવારી આંકડા 12 માર્ચે આવશે.
ચાંદીમાં પણ વેચવાલી જોવા મળી રહી છે. જ્યાં COMEX પર ચાંદીની કિંમતો 23 ડૉલર પાસે જોવા મળી રહી છે. તો સ્થાનિક બજારમાં પણ વેચવાલી જોવા મળી રહી છે.
બેઝ મેટલ્સમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં LME પર તમામ મેટલ્સમાં નરમાશ આવતી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે કોપરમાં ચાઈનાની માંગની ચિંતાને લઈ દબાણ બનતુ જોવા મળી રહ્યું છે. તો સ્થાનિક બજારમાં તમામ મેટલ્સમાં ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યો છે.
ક્રૂડમાં વેચવાલી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં બ્રેન્ટની કિંમતો 81 ડૉલર પાસે આવતી જોવા મળી રહી છે. તો NYMEXમાં માગની ચિંતાને લઈ 77 ડૉલર પાસે કારોબાર આવતો જોવા મળ્યો. સ્થાનિક બજારમાં પણ વેચવાલી જોવા મળી રહી છે.
ક્રૂડમાં સત્તત ત્રીજા દિવસે દબાણ દેખાયુ. ગયા અઠવાડિયે 2% ઘટ્યો. બ્રેન્ટનો ભાવ $82ના નીચે પહોંચ્યો. 3 દિવસમાં બ્રેન્ટનો ભાવ 3%થી વધારે ઘટ્યો. 2 સપ્તાહના નીચલા સ્તરો પર બ્રેન્ટનો ભાવ આવ્યો. યુએસ રેટ કટમાં વિલંબ છે. $77ની નીચે WTIમાં કારોબાર. માંગની ચિંતાએ દબાણ
બનાવ્યું. ચીનમાં માંગને લઈને ચિંતાઓ યથાવત્ છે. જેપી મોર્ગને ફેબ્રુઆરીમાં વૈશ્વિક તેલની માંગ 1.7 mbpd વધી. ચીનમાં મુસાફરીની માંગ, જાપાન ભાવને સમર્થન આપે છે. લાલ સમુદ્રમાં તણાવ વધ્યુ.
સ્થાનિક બજારમાં નેચરલગેસમાં 3 ટકાની તેજી સાથે કિંમતો 137 આસપાસ પહોંચતી જોવા મળી રહી છે.
એગ્રી કૉમોડિટીમાં મિશ્ર કારોબાર યથાવત્ જોવા મળી રહ્યો છે. જ્યાં મસાલા પેકમાં હળદર અને ધાણામાં તેજી સાતે નો કારબોરા જોવા મળી રહ્યો છે. તો જીરામાં વેચવાલી યથાવત્ જોવા મળી રહી છે. ગુવારપેકનીમાં ફરી ઉપરના સ્તરેથી દબાણ બનતુ જોવા મળી રહ્યું છે. જ્યાં ગુવાર ગમમાં અડધા ટકા ગુવાર સીડમાં સવા ટકાનું દબાણ બનતુ જોવા મળઈ રહ્યું છે.