સોનામાં સતત બીજા દિવસે પણ સુસ્તી સાથેનો કારોબાર યથાવત્ જોવા મળી રહ્યો છે. જ્યાં comex પર સોનાની કિંમતો 2025 ડૉલર પાસે યથાવત્ જોવા મળી રહી છે. તો સ્થાનિક બજારમાં ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે US અર્થતંત્રના આંકડા પહેલા સોનાની કિંમતોમાં સ્થિરતા જોવા મળી.
સોનાના પગલે ચાંદીમાં પણ સુસ્તી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારમાં ચાંદી કિંમતો 23 ડૉલર નીચે જોવા મળી. તો સ્થાનિક બજાર ફ્લેટ કારોબાર જોવા મળ્યો.
ક્રૂડ ઓઈલ તરફથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે. જ્યાં બેન્ટની કિંમતો મામૂલી દબાણ સાથે 80 ડૉલર નીચે કારોબાર કરી રહી છે તો NYMEXમાં નબળી ઈન્વેન્ટરીના કારણ વેચવાલી જોવા મળી રહી છે. તો સ્થાનિક બજારમાં નબળા ડૉલરના કારણે મામૂલી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.
નેચરલ ગેસમાં સ્થાનિક બજારમાં સાડા ત્રણ ટકાની તેજી સાથે કિંમતો 184 પાસે પહોંચતી જોવા મળી રહી છે.
એગ્રી કૉમોડિટીના કારોબાર પર નજર કરીએ તો, મસાલા પેકમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં જીરામાં પોણા બે ટકાની તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. તો હળદરમાં સવા એક ટકાની તેજીનો કારોબાર જોવા મળ્યો. તો ધાણામાં ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યો છે. ગુવાર પેકમાં રિકવરી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. તો કપાસિયા ખોળ અને એરંડામાં દબાણ બનતુ જોવા મળી રહ્યું છે.