કમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં પ્રોફેટ બુકિંગ યથાવત્, ક્રૂડમાં તેજી, બ્રેન્ટ $76ને પાર | Moneycontrol Gujarati
Get App

કમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં પ્રોફેટ બુકિંગ યથાવત્, ક્રૂડમાં તેજી, બ્રેન્ટ $76ને પાર

ક્રૂડ ઓઈલનો લીલા નિશામાં આવ્યો કારોબાર. બ્રેન્ટની કિંમતો 76 ડૉલર પાર તો NYMEXમાં પોણા ટકાની તેજી. સ્થાનિક બજારમાં પણ પોઝિટીવ કામકાજ શરૂ કર્યુ.

અપડેટેડ 02:36:14 PM Dec 12, 2023 પર
Story continues below Advertisement
સોના-ચાંદીમાં પ્રોફેટ બુકિંગ યથાવત્. COMEX પર કિંમતો 2000 ડૉલર પાસે પહોંચતી. ચાંદી 23 ડૉલરને પાર યથાવત્.

સોનામાં પ્રોફેટ બુકિંગનો કારોબાર યથાવત્ જોવા મળી રહ્યો છે. જયાં કિંમતો પોતાની રેકોર્ટ સ્તરેથી નીચે આવતી જોવા મળી રહી છે. જ્યારે વૈશ્વિક બજારમાં કિંમતો પા ટકાની તેજી સાથે 2000 ડૉલર પર તો સ્થાનિક બજારમાં કિંમતોમાં પા ટકાની તેજી જોવા મળી રહી છે.

સોનાનો કોરાબાર

COMEX પર 2000 ડૉલર પાસે કિંમતો પહોંચી. MCX પર 61500 રૂપિયાની નીચે કિંમતો પહોંચી. નબળા ડૉલર ઈન્ડેક્સ અને બોન્ડ યીલ્ડની પણ અસર જોવા મળી. આજથી FEDની બે દિવસીય મીટિંગ શરૂ થશે. માર્ચમાં ફેડ દ્વારા દરમાં કાપની શંકા છે. સતત બીજા સપ્તાહમાં પણ ભાવમાં ઘટાડો યથાવત છે. 3 અઠવાડિયામાં સૌથી નીચલા સ્તરે ભાવ પહોંચ્યા. 2 અઠવાડિયામાં ભાવમાં 3% નો ઘટાડો થયો.


સોનામાં ઘટાડાનાં કારણ

US FED ની બેઠક આજથી શરૂ થશે. આ અઠવાડિયે ECB, BoEની બેઠક પણ યોજાશે. આજે અમેરિકાના ફુગાવાના આંકડા આવશે. ડૉલર અને બોન્ડ યીલ્ડમાં ફરી મજબૂતી આવી.

ચાંદીમાં તેજી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. COMEX પર ચાંદી 23 ડૉલર પર યથાવત્ જોવા મળી રહી છે. તો સ્થાનિક બજારમાં કિંમતો અડધા ટકાની તેજી સાથે કારોબાર જોવા મળ્યો.

બેઝ મેટલ્સની વાત કરીએ તો, LME પર તમામ મેટલ્સમાં તેજી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. તો સ્થાનિક બજારમાં પણ મેટલ્સ લીલા નિશાનમાં કારોબાર કરતી જોવા મળી. ઉલ્લેખનીય છે કે કોપરની કિંમતોને ચિનમાં માગ વધવાથી સપોર્ટ મળતો જોવા મળી રહ્યો છે. નવેમ્બરમાં કોપરની આયતા 10.1% વધીને 550,600 ટન થઈ.

ક્રૂડ ઓઈલમાં પણ તેજી સાથે કારોબાર થતો જોવા મળી રહ્યો છે. જ્યાં OPEC+ Q1 24માં સપ્લાય કટને સરભર કરવાની આશંકાએ કિંમતોમાં તેજી જોવા મળી રહી છે. તો બ્રેન્ટની કિંમતો 76 ડૉલરને પાર જતી જોવા મળી તો NYMEXમાં પણ પોણા ટકાની તેજી જોવા મળી.

નેચરલ ગેસના કારોબાર નજર કરીએ તો, US નેચરલ ગેસની કિંમતોમાં રાતોરાત 10%નો ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે. તો સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં 1 %ની તેજી જોવા મળી રહી છે.

એગ્રી કૉમોડિટીની વાત કરીએ તો, મસાલા પેકે શરૂઆતી કારોબારના દબાણને તોડ્યું ધાણા અને હળદરના ફરી તેજી આવતી જોવા મળી. જ્યારે જીરામાં વેચવાલી યથાવત્ જોવા મળી રહી છે. તો ગુવાક પેકમાં મામૂલી દબાણ યથાવત્ જોવા મળી રહ્યો છે.

MoneyControl News

MoneyControl News

First Published: Dec 12, 2023 2:36 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.