કમોડિટી લાઇવ: મસાલા પેકમાં ફરી તેજીનો તડકો લાગતા હળદરમાં સૌથી વધારે 1 ટકા જેટલી તેજી જોવા મળી, જીરા અને ધાણામાં પણ મજબૂતી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.
બોન્ડ યીલ્ડમાં દબાણના કારણે સોનાને સપોર્ટ મળતા, COMEX પર ભાવ 1945 ડૉલરના સ્તરની ઉપર પહોંચ્યા, સ્થાનિક બજારમાં પમ 59,460ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે ગ્લોબલ અર્થતંત્રના નબળા આર્થિક આંકડાઓના કારણે સોનામાં સેફ હેવન બાઈંગ વધતું દેખાઈ રહ્યું છે.
સોના સાથે ચાંદીમાં પણ રિકવરી જોવા મળી, શરૂઆતી કારોબારમાં અહીં વૈશ્વિક બજારમાં કિંમતો આશરે સાડા 24 ડૉલરની ઉપર રહેતી દેખાઈ હતી, સ્થાનિક બજારમાં થોડી નેગેટિવિટી સાથે 74,509ના સ્તરની આસપાસ કિંમતો રહેતી દેખાઈ રહી છે.
બેઝ મેટલ્સ તરફથી આજે મિશ્ર સંકેતો મળી રહ્યા છે, જ્યાં અનુમાન કરતા નબળા USના આર્થિક આંકડાઓના કારણે LME પર કોપરની કિંમતો ઘટતી દેખાઈ, પણ સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં લેડ અને એલ્યુમિનિયમમાં પોઝિટીવ કારોબાર રહ્યો, જ્યારે કોપર અને ઝિંકમાં રેન્જબાઉન્ડ કામકાજ થઈ રહ્યું છે.
ક્રૂડની તેજી આગળ વધતા બ્રેન્ટમાં 85 ડૉલરના સ્તરની ઉપર કારોબાર નોંધાયો, તો NYMEX ક્રૂડમાં પણ ફ્લેટ ટૂ પોઝિટીવ સંકેતો સાથે 81 ડૉલરના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી જોવા મળી રહી છે. સ્થાનિક બજારમાં પણ રિકવરી સાથેનું કામકાજ થઈ રહ્યું છે..US અને ચાઈના તરફથી અનુમાન કરતા નબળા આર્થિક આંકડાઓના કારણે ક્રૂડની કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.
નેચરલ ગેસમાં રિકવરીનો ટ્રેન્ડ યથાવત્ રહેતા સ્થાનિક બજારમાં અડધા ટકાથી વધુની તેજી સાથે 230ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
નજર કરીએ એગ્રી કૉમોડિટીના કારોબાર પર તો, મસાલા પેકમાં ફરી તેજીનો તડકો લાગતા હળદરમાં સૌથી વધારે 1 ટકા જેટલી તેજી જોવા મળી, જીરા અને ધાણામાં પણ મજબૂતી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે..આ સાથે જ ગુવાર પેકમાં પણ અડધા ટકાથી વધારેની મજબૂતી રહી, તો સાથે જ એરંડામાં પણ પોઝિટીવ કામકાજ રહ્યું, જ્યારે કપાસિયા ખોળમાં આશરે 1 ટકાથી વધુની મજબૂતી જોવા મળી રહી છે.
ગુવારની તેજી યથાવત્
NCDEX પર ગુવાર પેકમાં તેજી યથાવત્ છે. ગુવારગમમાં સતત બીજા મહિને તેજી છે. ગુવારસીડમાં સતત ચોથા મહિને તેજી યથાવત્ છે. 12800 રૂપિયાની ઉપર પહોંચો ગુવાગમ સપ્ટેમ્બરનો વાયદો છે. 6200 રૂપિયાની ઉપર નીકળ્યો ગુવારસીડનો સપ્ટેમ્બર વાયદો છે. વરસાદ ઓછો હોવાથી રાજસ્થાનમાં વાવણી ઘટી શકે છે. પાછલા મહિને વધુ વરસાદના કારણે વાવણી વધી હતી. ગુવાર ઉત્પાદનમાં રાજસ્થાનનો 72% ભાગ છે.