કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં નીચલા સ્તરેથી રિકવરી, ક્રૂડમાં દબાણ, બ્રેન્ટ $84ની નીચે | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં નીચલા સ્તરેથી રિકવરી, ક્રૂડમાં દબાણ, બ્રેન્ટ $84ની નીચે

Solvent Extractors' Association of India થાઈ પામ ઓઈલ ક્રશિંગ મિલ્સ એસોસિએશન સાથે MoU સાઈન કરશે, દ્વિપક્ષીય વેપારમાં વધારો કરવા MoU સાઈન કરશે, 28મી સપ્ટેમ્બર 2023એ કરશે કરાર.

અપડેટેડ 12:57:36 PM Aug 29, 2023 પર
Story continues below Advertisement
કમોડિટી લાઇવ: નેચરલ ગેસમાં પણ વોલેટાલિટી યથાવત્ છે, અહીં સ્થાનિક બજારમાં આશરે અડધા ટકાથી વધુની નરમાશ સાથે 220ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

ડૉલર ઇન્ડેક્સમાં નરમાશના કારણે સોનાની ચમક વધી, જ્યાં COMEX પર ભાવ 1923 ડૉલરના સ્તરની આસપાસ પહોંચતા દેખાયા, તો સ્થાનિક બજારમાં 58,960ના સ્તરની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે..ઉલ્લેખનિય છે કે આ વર્ષે ફેડ હજી એકવાર વ્યાજ દરમાં વધારો કરે તેવી આશંકાએ સોનામાં સેફ હેવન બાઈંગ વધ્યું, જેનો સપોર્ટ કિંમતોને મળી રહ્યો છે.

સોના સાથે ચાંદીની કિંમતોમાં પણ રિકવરી આવતા વૈશ્વિક બજારમાં ભાવ 24 ડૉલરની ઉપર નીકળ્યા, તો સ્થાનિક બજારમાં પણ 73,774 ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે, જ્યાં ડૉલર ઇન્ડેક્સમાં નરમાશના કારણે LME પર કોપરની કિંમતોમાં રિકવરી જોવા મળી, પણ ચાઈનાની GDP ઘટવાની આશંકાએ સ્થાનિક બજારમાં વોલેટાઈલ કારોબાર નોંધાઈ રહ્યો છે.


US અને ચાઈનાનાં અર્થતંત્રના આંકડાઓ પહેલા ક્રૂડની કિંમતોમાં દબાણ બન્યું, બ્રેન્ટમાં 84 ડૉલરની પાસે કારોબાર નોંધાયો, તો NYMEX ક્રૂડમાં ફ્લેટ ટૂ નેગેટીવ સંકેતો મળી રહ્યા છે. શુક્રવારે USના નોન ફાર્મ પેરોલનાં આંકડા આવશે, સાથે જ બુધવારે GDPના આંકડા પર બજારની નજર રહેશે, જે પહેલા ક્રૂડમાં વોલેટાલિટી દેખાઈ રહી છે. ઉલ્લેખનિય છે કે ઉષ્ણકટિબંધીય તોફાન ઇડાલિયાથી ક્રૂડમાં સપ્લાય વિક્ષેપ પણ આવતું દેખાઈ શકે છે.

નેચરલ ગેસમાં પણ વોલેટાલિટી યથાવત્ છે, અહીં સ્થાનિક બજારમાં આશરે અડધા ટકાથી વધુની નરમાશ સાથે 220ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

Gold Rate Today: સોનાના ભાવમાં આવ્યો ઘટાડો, જાણો 24 થી 18 કેરેટ ગોલ્ડના ભાવ

દ્વિપક્ષીય વેપારમાં વધારો કરવા SEA Solvent Extractors' Association of India થાઈ પામ ઓઈલ ક્રશિંગ મિલ્સ એસોસિએશન સાથે MoU સાઈન કરશે, જે હેઠળ ભારતીય આયાતકારો અને રિફાઇનર્સ અને થાઇલેન્ડમાં ક્રૂડ પામ ઓઇલના ઉત્પાદકો વચ્ચે વેપારની તકોને પ્રોત્સાહન મળશે.

SEA: થાઈલેન્ડ કંપની સાથે Mou કર્યા

થાઈ પામ ઓઈલ ક્રશિંગ મિલ્સ એસોસિએશન સાથે MoU કર્યા. આયાતકારો-થાઇલેન્ડમાં ક્રૂડ પામ ઓઇલના ઉત્પાદકો વચ્ચે વેપાર વધશે. આયાતકારો-થાઇલેન્ડમાં ક્રૂડ પામ ઓઇલના ઉત્પાદકો વચ્ચે વેપાર વધશે. ભારતની વાર્ષિક વનસ્પતિ તેલની આયાત, કુલ 14.0 મિલિયન ટનથી વધુ છે. 8.0 થી 8.5 મિલિયન ટન ઇન્ડોનેશિયા અને મલેશિયામાંથી આવે છે. થાઈલેન્ડ પણ ઓઈલ માર્કેટમાં હત્વપૂર્ણ ખેલાડી બન્યું. વાર્ષિક થાઈલેન્ડમાં ક્રૂડ પામ ઓઈલનું ઉત્પાદન 3.2 થી 3.5 ટન થાય છે. 28મી સપ્ટેમ્બર 2023એ મુંબઈમાં MoU સાઈન કરવામાં આવશે.

નજર કરીએ એગ્રી કૉમોડિટીના કારોબાર પર તો, ગુવાર પેકમાં આજે પણ અડધા ટકાના દબાણ સાથેનો કારોબાર રહ્યો, તો મસાલા પેકમાં જીરામાં એક ટકા, હળદરમાં લગભગ દોઢ ટકા જેટલું અને ધાણામાં અડધા ટકાના ઘટાડા સાથેનો કારોબાર થઈ રહ્યો છે. સાથે જ એરંડામાં પણ આશરે પા ટકાથી વધુની નરમાશ જોવા મળી રહી છે..જોકે ટેક્સાસ અને USમાં દુષ્કાળ જેવી સ્થિતિના કારણે કૉટનમાં મજબૂતી જોવા મળી રહી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 29, 2023 12:57 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.