કોમોડિટી લાઇવ: નવા વર્ષમાં પણ સોના-ચાંદીની ચમક યથાવત્, 2023 માં 10% તૂટ્યો ક્રૂડ
સ્થાનિક બજારમાં મોટાભાગની મેટલ્સમાં નાની રેન્જમાં કારોબાર જોવા મળ્યો, નવા વર્ષ નિમિત્તે LME માર્કેટ બંધ હોવાથી વૈશ્વિક બજારથી સંકેતો નથી, પણ નવા વર્ષે ચાઈના તરફથી માગ વધવાની આશા અને ડૉલર ઇન્ડેક્સમાં દબાણના કારણે મેટલ્સની ચાલ સુધરવાની આશા બનતી દેખાઈ રહી છે.
નવા વર્ષની શરૂઆત સોના માટે તેજી સાથેની થતી દેખાઈ, જ્યાં સ્થાનિક બજારમાં ભાવ 63,283ના સ્તરની આસપાસ પહોંચતા દેખાયા, તો ચાંદીમાં પણ મૂવમેન્ટમ પોઝિટીવિટી તરફથી રહી, અહીં શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં 74,340ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળ્યા
નવા વર્ષની શરૂઆત સોના માટે તેજી સાથેની થતી દેખાઈ, જ્યાં સ્થાનિક બજારમાં ભાવ 63,283ના સ્તરની આસપાસ પહોંચતા દેખાયા, તો આજે વૈશ્વિક બજાર બંધ હોવાથી COMEX તરફથી કોઈ સંકેતો નથી પણ વર્ષ 2023માં સોનામાં 13%ના વધારા સાથે રેકોર્ડ હાઈના સ્તર જોવા મળ્યા, ઉલ્લેખનિય છે કે આ વર્ષે ફેડ વ્યાજ દર ઘટાડે તેવી આશાએ સોનાની ચમક વધી છે.
ચાંદીમાં પણ મૂવમેન્ટમ પોઝિટીવિટી તરફથી રહી, અહીં શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં 74,340ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળ્યા, વર્ષ 2023માં ચાંદીમાં પણ રેકોર્ડ સ્તરે કારોબાર નોંધાયો હતો.
સ્થાનિક બજારમાં મોટાભાગની મેટલ્સમાં નાની રેન્જમાં કારોબાર જોવા મળ્યો, નવા વર્ષ નિમિત્તે LME માર્કેટ બંધ હોવાથી વૈશ્વિક બજારથી સંકેતો નથી, પણ નવા વર્ષે ચાઈના તરફથી માગ વધવાની આશા અને ડૉલર ઇન્ડેક્સમાં દબાણના કારણે મેટલ્સની ચાલ સુધરવાની આશા બનતી દેખાઈ રહી છે.
વધુ સપ્લાય સામે ઓછી માગની ચિંતાએ ક્રૂડમાં દબાણ સાથેનો કારોબાર જોવા મળ્યો, જ્યાં બ્રેન્ટના ભાવ 77 ડૉલરની પાસે પહોંચતા દેખાયા, તો NYMEX ક્રૂડમાં 71 ડૉલરની આસપાસ કામકાજ થતું જોવા મળી રહ્યું છે..આ સાથે જ વર્ષ 2023માં ક્રૂડની કિંમતો 10% તૂટતી દેખાઈ, જ્યારે વર્ષ 2022માં કિંમતો 10% વધી હતી. બીજી બાજૂ રિપોર્ટ મુજબ USમાં ક્રૂડનું ઉત્પાદન 13.30 mbpdના રેકોર્ડ સ્તરપ પર પહોંચતું જોવા મળ્યું, પણ સામે નબળી માગના કારણે કિંમતો પર દબાણ દેખાઈ રહ્યું છે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં ફ્લેટ ટૂ પોઝિટીવ સંકેતો સાથે 212ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
એગ્રી કૉમોડિટીના કારોબાર પર નજર કરીએ તો, શરૂઆતી કારોબારમાં મસાલા પેકમાં જીરામાં પા ટકાથી વધુની તેજી જોવા મળી, પણ હળદર અને ધાણામાં દબાણ છે, સાથે જ ગુવાર પેકમાં પણ નાની રેન્જમાં કામકાજ જોવા મળ્યું, જ્યારે કપાસિયા ખોળમાં આશરે 1 ટકાની આસપાસનો ઘટાડો જોવા મળી રહ્યો છે.