USમાં મોંઘવારી અનુમાન કરતા વધુ ઘટતા અને ડૉલર ઇન્ડેક્સમાં મોટા ઘટાડાથી સોનાની કિંમતોને સપોર્ટ મળ્યો, COMEX પર સોનું 1960 ડૉલરની સ્તરની ઉપર નીકળ્યું, જ્યારે સ્થાનિક બજારમાં ₹59,278ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
USમાં મોંઘવારી અનુમાન કરતા વધુ ઘટતા અને ડૉલર ઇન્ડેક્સમાં મોટા ઘટાડાથી સોનાની કિંમતોને સપોર્ટ મળ્યો, COMEX પર સોનું 1960 ડૉલરની સ્તરની ઉપર નીકળ્યું, જ્યારે સ્થાનિક બજારમાં ₹59,278ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
સોનું 3 સપ્તાહની ઉંચાઇ પર પહોચ્યું. COMEX પર $1950ને પાર ભાવ નિક્ળ્યા. અમેરિકામાં મોંઘવારી દર ઘટવાથી સપોર્ટ મળ્યો. 14 મહિનાના નીચલા સ્તર પર ડોલર ઇન્ડેક્સ છે. MCX પર કિંમતો રૂપિયા 59,285ના સ્તરની પાસે પહોંચી.
સોનામાં તેજીના કારણો
અમેરિકામાં મોંઘવારી દર અનુમાનથી ઓછો રહ્યો. USમાં જૂન મોંઘવારી દર 3% પર રહ્યો. USમાં મોંઘવારી મે મહિનામાં 4% પર હતી. માર્ચ 2021 બાદથી મોંઘવારી સૌથી ઓછી છે. જૂનમાં કોર મોંઘવારી દર 5%થી ઘટીને 4.8% રહ્યો. 14 મહિનાના નિચલા સ્તરે ડૉલર ઇન્ડેક્સમાં કારોબાર થયો.
આ સાથે જ વેપાર ખાધને કાબૂમાં રાખવા માટે સરકારે સોનાની વસ્તુઓ અને આર્ટિકલ્સની આયાત પર અંકુશ મૂક્યો છે.
ગોલ્ડ ઇમ્પોર્ટના નવા નિયમો
સરકારે સોનાના આભૂષણો અને વસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂક્યો. બિન-આવશ્યક વસ્તુઓની આયાતને મર્યાદિત કરવા નિર્ણય લેવાયો. માત્ર UK-UAE મુક્ત વેપાર કરાર હેઠળ કોઈપણ લાયસન્સ વિના ઇમ્પોર્ટને મંજૂરી મળી.
ઇમ્પોર્ટ નહીં થાય સોનું !
સરકારે સોનાના ઇમ્પોર્ટ પર પ્રતિબંધ લગાવ્યો. ઇમ્પોર્ટ માટે હવે લાઈસેન્સ લેવું જરૂરી છે. માત્ર સોનામાંથી બનેલા ઘરેણા અને વસ્તુંઓ પર પ્રતિબંધ છે. UAE સાથેના મુક્ત વેપાર કરાર હેઠળ સોનું ઇમ્પોર્ટ થઈ શકશે.
UAEથી ઇમ્પોર્ટ શરૂ રહેશે
DGFT એ FTA હેઠળ ઇમ્પોર્ટ પર પ્રતિબંધ નહીં. HS કોડ 71311911ની આઈટમ્સ પર પ્રતિબંધ નહીં. ભારત અને UAE વચ્ચે ફેબ્રુઆરી 2022થી FTA છે. FTA હેઠળ ઇમ્પોર્ટ પર લાઈસેન્સની જરૂર નહીં. FTA એટલે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થાય.
કેમ લાગ્યો પ્રતિબંધ
ઇન્ડોનેશિયાથી પ્લેન દાગીનાનો ઇમ્પોર્ટ ડીલર્સ કરી રહ્યા હતા. ટેક્સની ચૂકવણી કર્યા વગર દાગીનાનો ઇમ્પોર્ટ થતો હતો. 3-4 ટન સોનાના પ્લેન દાગીનાનો ઇમ્પોર્ટ થતો હતો. ભારતમાં સોનાના ઇમ્પોર્ટ પર 15% ટેક્સ લાગે છે.
ચાંદીમાં પણ નીચલા સ્તરેથી રિકવરી આવતા વૈશ્વિક બજારમાં ભાવ 24 ડૉલરની ઉપર પહોંચતા દેખાયા, તો સ્થાનિક બજારમાં પણ પા ટકાથી વધુની તેજી સાથે 73,816ના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી દેખાઈ રહી છે.
ચાંદીમાં કારોબાર
કિંમતો વધીને 4 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચી. COMEX પર ભાવ 24 ડૉલરની ઉપર નીકળ્યા. સ્થાનિક બજારમાં ₹74000 ની નજીક કારોબાર નોંધાયો.
ચાંદીમાં તેજીના કારણો
સપ્લાય ઘટવા સામે મજબૂત ઇન્ડસ્ટ્રીયલ માગથી સપોર્ટ મળ્યો. મેક્સિકોમાં માઈનિંગ ઘટવાથી સપ્લાય ઘટી. 2023ના 4 મહિનામાં પેરૂમાં ઉત્પાદન 7% ઘટ્યું. ચાઈનામાં સોલાર પેનલ્સની માગમાં વધારો યથાવત્ છે.
ડૉલર ઇન્ડેક્સમાં નરમાશના કારણે આજે પણ મેટલ્સને સપોર્ટ મળી રહ્યો છે, સ્થાનિક બજારમાં મોટાભાગની મેટલ્સમાં તેજી યથાવત્ રહેતી દેખાઈ...તો લાસ બામ્બાસ ખાતે ઊંચા ઉત્પાદનને કારણે મે મહિનામાં પેરુમાં કોપરનું ઉત્પાદન 35% વધ્યું હોવાથી પણ કોપરની કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.
ગઈકાલની તેજી આજે પણ યથાવત્ રહેતા ક્રૂડમાં બ્રેન્ટના ભાવ 80 ડૉલરની ઉપર આવ્યા, તો NYMEX ક્રૂડમાં પણ લગભગ અડધા ટકાથી વધુની તેજી જોવા મળી. અને સ્થાનિક બજારમાં પણ સારી મજબૂતી નોંધાઈ રહી છે..USમાં મોંઘવારી ઓછી થતા અને ડૉલર ઇન્ડેક્સમાં દબાણના કારણે ક્રૂડની કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે, આ સાથે જ સાઉદી અરબ અને રશિયા તરફથી ઉત્પાદન કાપના સમાચારથી પણ કિંમતોમાં રિકવરી દેખાઈ.
સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં અડધા ટકા જેટલી મજબૂતી સાથે 218ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
નજર કરીએ એગ્રી કૉમોડિટીના કારોબાર પર તો, ગુવાર પેકમાં ઉપલા સ્તરેથી ફરી દબાણ બન્યું, તો મસાલા પેકમાં જીરામાં 2 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો, હળદરની કિંમતો 1 ટકાથી વધુ ઘટી, તો હળદરમાં પણ ફ્લેટ ટૂ નેગેટીવ કારોબાર જોવા મળી રહ્યો છે...આ સાથે જ કપાસિયા ખોળમાં પણ ફ્લેટ કામકાજ થઈ રહ્યો છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.